દારૂબંધી હોવા છતાં સુરતમાં વિજિલેન્સ ટીમે દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરતઃ ગુજરાત રાજ્યમાં કહેવા માટે જ દારૂબંધી હોય એમ લાગી રહ્યું છે. અત્યારે દારૂની હેરાફેરી હોય કે પછી દેશી દારૂની ભઠ્ઠીઓ, માફિયાઓ તદ્દન સક્રિય થઈ ગયા છે. તેવામાં હવે સુરતમાં ચાલતી ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડી દેવાઈ હતી. આ દરોડામાં લાખો રૂપિયાના જથ્થાને જપ્ત કરી લેવાયો હતો. હવે સવાલ એ સામે આવી રહ્યો છે કે આવી દેશી દારૂની ભઠ્ઠીઓ મુદ્દે પોલીસને કોઈ હિન્ટ કેમ નહોતી મળી.

ડીપલી ગામથી ભઠ્ઠીઓ મળી…
સુરતમાં દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવતા ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે અગાઉ રાજ્યમાં આ દેશી દારૂરૂપી ઝેર સેંકડો લોકોના જીવ ભરખી ગયું હતું. ત્યારે ગેરકાયદેસર રીતે ડીપલી ગામમાં ખાડીના કિનારે દેશીદારૂ બનાવતા ડ્રમ મળી આવતા તંત્ર સફાળું જાગ્યું છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતા આ પ્રકારની દેશી દારૂની ભઠ્ઠીઓ સામે હજુ તંત્ર દ્વારા સચોટ એક્શન ન લેવાઈ રહ્યા હોવાના સવાલો પણ ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડા પાડીને 1 લાખ 57 હજાર રૂપિયાનો માલસામાન કબજે કરી લીધો છે. એટલું જ નહીં આ કાર્યવાહી દરમિયાન 6 લોકોની ધરપકડ કરાઈ છે જ્યારે 1 માફિયા ફરાર હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં હવે સવાલ એ થઈ રહ્યો છે કે દેશી દારૂની ભઠ્ઠીઓ અંગે સુરત પોલીસને કેમ હજુ સુધી કઈ જાણ નથી થઈ!

    follow whatsapp

    ADVERTISEMENT