Kejriwalનો આજે રીક્ષા ચાલકો, વેપારીઓ અને વકીલો સાથે સંવાદ, હવે કઈ ગેરંટીની કરશે જાહેરાત?
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલે રાત્રે ફરી ગુજરાત પ્રવાસ આવી પહોંચ્યા છે. 3 દિવસના…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલે રાત્રે ફરી ગુજરાત પ્રવાસ આવી પહોંચ્યા છે. 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલના આજે એક બાદ એક ત્રણ કાર્યક્રમો અમદાવાદમાં યોજાવા જઈ રહ્યા છે. જેમાં તેઓ પહેલા રીક્ષા ચાલકો, પછી વેપારીઓ અને બપોરે વકીલોને સંબોધન કરવા જઈ રહ્યા છે.
રીક્ષા ચાલકોને આપશે કોઈ ગેરંટી?
અમદાવાદમાં કેજરીવાલ આજે સવારે 9.30 વાગ્યે રીક્ષા ચાલકો સાથે સંવાદ કરશે. વૈષ્ણોદેવી સર્કલ પાસે શક્તિ ગ્રીન્સ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર કાર્યક્રમમાં તેઓ હવે પોતાની ‘ગેરંટીના પોટલા’માંથી તેઓ રીક્ષા ચાલકોને માટે કોઈ જાહેરાત કરી શકે છે.
વેપારીઓ સાથે સંવાદ
આ બાદ સવારે 10.30 વાગ્યે જ કેજરીવાલનો સિંધુભવન રોડ પર ગ્વાલિયા SBR બેન્કવેટ હોલમાં વધુ એક કાર્યક્રમ યોજાશે. જેમાં તેઓ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કરશે.
ADVERTISEMENT
વકીલો સાથે સંવાદ
બપોરે કેજરીવાલ વકીલો સાથે સંવાદ કરશે. વસ્ત્રાપુરની હયાત હોટલમાં બપોરે 2.30 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે.
રવિવારે મોડી રાત્રે AAPના કાર્યાલય પર દરોડા
નોંધનીય છે કે, ગઈકાલે રાત્રે અમદાવાદમાં AAPના કાર્યાલય પર પોલીસના દરોડા પડ્યા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ કાર્યાલય ખાતે પહોંચે તે પહેલા જ સ્થાનિક ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અંગે કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરીને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરતા લખ્યું કે, ”કેજરીવાલ અમદાવાદ આવતાની સાથે જ અમદાવાદની આમ આદમી પાર્ટીના અમદાવાદ ઓફીસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું. પરંતુ કંઇ ન મળતા જતા રહ્યા. ફરી આવશે.”
ADVERTISEMENT