બનાસકાંઠામાં આવ્યો વિચિત્ર કેસ: યુવકના મૃત્યુના બે મહિના બાદ જમીન ખોદીને મૃતદેહ બહાર કાઢાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા: પાલનપુરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં 2 મહિના પહેલા મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ પોલીસે ખોદીને ફરીથી બહાર કાઢ્યો હતો. તમને પણ આ વાત જાણીને અચરજ થશે કે યુવકનો મૃતદેહ ફરીથી કેમ બહાર કાઢવામાં આવ્યો? જોકે પોલીસે આમ કરવા માટે મજબૂર કરનાર બીજું કોઈ નહીં મૃતક યુવકના જ માતા હતા.

મૃતકની હત્યા કરાઈ હોવાનો આરોપ
હકીકતમાં પાલનપુરના માલણ ગામમાં 2 મહિના પહેલા એક યુવકનું મોત થઈ ગયું હતું. અલીગઢ નજીક યુવકનું બાઈક સ્લીપ થઈ જતા તેનું મોત થયું હતું. જે બાદ તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જોકે આ બાદ મૃતકની માતાએ ફરિયાદ કરી હતી કે તેમના દીકરાનો અકસ્માત નથી થયો પરંતુ અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરીને લાશને ફેંકી દીધી છે.

પોલીસે FSLમાં મૃતદેહ મોકલ્યો
પોલીસ સમક્ષ મૃતક યુવકના માતાની આવી રજૂઆતને પગલે તપાસ માટે બે મહિના બાદ જમીન ખોદીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરવા મૃતદેહને FSL માટે અમદાવાદ મોકલી દીધો છે. ત્યારે હવે ખરેખર તો આ મામલે યુવકનું મોત અકસ્માતે થયું હતું કે પછી તેની ખરેખરમાં હત્યા થઈ છે, તે તો પોલીસની તપાસ બાદ જ જાણી શકાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT