Facebook ના 10 લાખ યુઝર્સનો ડેટા થયો લીક, કંપનીએ તાત્કાલિક આ કામ કરવા કહ્યું
નવી દિલ્હી: આજના ડિજિટલ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો હશે જે ફેસબુકનો ઉપયોગ ન કરતો હોય. આ એપ ચોક્કસપણે દરેકના એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળશે. પરંતુ…
ADVERTISEMENT
નવી દિલ્હી: આજના ડિજિટલ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો હશે જે ફેસબુકનો ઉપયોગ ન કરતો હોય. આ એપ ચોક્કસપણે દરેકના એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળશે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફેસબુકના ડેટા લીકના અનેક મામલા સામે આવ્યા છે. જે બાદ યુઝર્સની પ્રાઈવસી પર પણ સવાલો ઉભા થયા છે. દરમિયાન ફરી એકવાર ડેટા ચોરીનો મામલો સામે આવ્યો છે.
તાત્કાલિક પાસસવર્ડ બદલવાની આપી સલાહ
મેટાએ શુક્રવારે જાણકારી આપી છે કે પાસવર્ડ સાથે 10 લાખ યુઝર્સની માહિતી લીક થશે. જેમાં કહેવામાં આવ્યું છે કે યુઝરનો આ ડેટા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા લીક કરવામાં આવ્યો છે. કંપનીના અધિકારી ડેવિડ એગ્રોનોવિચે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધીમાં મેટાએ 400 થી વધુ એપ્લીકેશનની ઓળખ કરી છે જે એપલ અથવા એન્ડ્રોઇડમાંથી ડેટા ચોરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ એપલ અને ગૂગલ એપ સ્ટોર પર સરળતાથી ઉપલબ્ધ છે. કંપનીએ યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ બદલવાની સલાહ આપી છે.
આ રીતે પાસવર્ડ થયો લીક
મેટાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પર લિસ્ટેડ હતી અને એ એપ્લિકેશનનું નામ ફોટો એડિટર, ગેમ્સ, VPN સર્વિસ વગેરે આપવામાં આવ્યું હતું. મેટાની સિક્યોરિટી ટીમના જણાવ્યા અનુસાર, એપ્સ ઘણીવાર લોકોને ફેસબુક એકાઉન્ટથી લોગિન કરવા માટે ફીચર્સનો ઉપયોગ કરવાના બદલામાં યુઝર્સના નામ અને પાસવર્ડની ચોરી કરવા માટે કરાવતી હતી. જે બાદ તેઓ ફેસબુકમાંથી ડેટા અને પાસવર્ડ ચોરી કરતા હતા
ADVERTISEMENT
5 બિલિયન ડોલરનો દંડ
વર્ષ 2019માં ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા વર્ષ 2018માં કરોડો ફેસબુક યુઝર્સના ડેટા લીકના મામલામાં ફેસબુકને 5 બિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 2018માં કેમ્બ્રિજ એનાલિટિકાનો મામલો સામે આવ્યો હતો. લંડન સ્થિત ફર્મ પાસે 2015 થી ફેસબુક યુઝર્સનો ડેટા હતો અને તેનો ઉપયોગ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. આ માટે ઝકરબર્ગ પર આ વર્ષે ફરી એકવાર કેસ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT