મોરબી દુર્ઘટનાઃ જયસુખ પટેલ સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ, જામીન અરજી પર સુનાવણી મોકુફ
મોરબીઃ મોરબીમાં ઝુલતા પુલની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા તે મામલામાં બ્રિજના સમારકામનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઓરેવા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર જયસુખ પટેલ સામે ધરપકડનું વોરંટ…
ADVERTISEMENT
મોરબીઃ મોરબીમાં ઝુલતા પુલની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા તે મામલામાં બ્રિજના સમારકામનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઓરેવા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર જયસુખ પટેલ સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. આ બાજુ જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી માલામાં સુનાવણી હાલ મોકુફ રહી છે. જે અંગે 1 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ મામલામાં સરકારનો પક્ષ મુકવા, જયસુખના વકીલની ગેર હાજરી ઉપરાંત પીડિત પરિવારના વાંધાઓની અરજીને પગલે વધુ એક તારીખ પડી છે.
ખેલ મંત્રાલયની એક્શનઃ કુશ્તી સંઘના આસિસ્ટન્ટ સેક્રેટરીને કર્યા સસ્પેન્ડ
શું હતી ઘટના
30 ઓક્ટોબરે સાંજે મોરબીમાં 140 વર્ષ જૂનો ઝુલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેના કારણે મચ્છુ નદીમાં પડી જવાના કારણે 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે તેનાથી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ બ્રિજનો કોન્ટ્રાક્ટ મોરબી નગરપાલિકાએ ઓરેવા ગ્રુપને આપ્યો હતો, જેણે બ્રિજનું સમારકામ કર્યા બાદ તેને કોઈપણ મંજૂરી વિના ખુલ્લો મુકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ઘટનામાં કંપનીના મેનેજરથી લઈ સિક્યુરિટી ગાર્ડ્સ સુધી 9 લોકો સામે ફરિયાદ હતી.
ADVERTISEMENT
“પપ્પા બધાંનું ધ્યાન રાખજો…”: બિઝનેસમેન બનવા કેવડિયાના વેપારીના પુત્રએ ઘર છોડ્યું
જયસુખ ગુજરાત પોલીસના ઈન્ટેલિજન્ટ્સ કરતાં પણ આગળ નીકળ્યો
જયસુખ પટેલ જ્યારથી આ ઘટના બની ત્યારથી કેવી રીતે અને ક્યાં સરકી ગયો તેની કોઈને જાણ ન હતી. શક્ય છે કે તેના મળતિયાઓને જાણ હોય પરંતુ આખરે તો પોલીસના હાથે તે લાગ્યો જ નથી. લાંબો સમય વિતવા છતા જયસુખ જાણે ગુજરાત પોલીસના ઈન્ટેલિજન્ટ અધિકારીઓ કરતાં પણ હોશિયાર હોય, બે પાવડા વધુ ચલાવે તેવો નીકળ્યો અને હજુ સુધી જાણે પોલીસને હંફાવી રહ્યો છે તેમ પોલીસના સકંજામાં આવ્યો જ નથી. આ મામલામાં જયસુખે સેસન્સ કોર્ટ મોરબીમાં આગોતરા જામીન મુક્યા છે. આગોતરા જામીન મામલે હવે આગામી સુનાવણી 1 ફેબ્રુઆરીએ થવાની છે.
ADVERTISEMENT