‘જેકલીનથી નોરાને હતી ઈર્ષ્યા, ચાહતી હતી હું તેને છોડી દઉં’- મહાઠગ સુકેશનો નવો લેટર આવ્યો સામે
નવી દિલ્હીઃ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા સુકેશ ચંદ્રશેખરે વધુ એક સનસનીખેજ દાવા સાથે પત્ર લખ્યો છે. આ વખતે સુકેશે આ પત્ર નોરા…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા સુકેશ ચંદ્રશેખરે વધુ એક સનસનીખેજ દાવા સાથે પત્ર લખ્યો છે. આ વખતે સુકેશે આ પત્ર નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચેના વિવાદને લઈને લખ્યો છે. સુકેશે દાવો કર્યો છે કે નોરા ફતેહીએ ઈકોનોમિક ઓફેન્સ બ્યુરો (EOW) સમક્ષ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. સુકેશે એમ પણ કહ્યું કે નોરા ઇચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. મેં ના પાડ્યા પછી પણ નોરા મને હેરાન કરતી રહી.
નોરા મને ઉશ્કેરતી, બ્રેઈનવોશ કરતીઃ સુકેશ
સુકેશે પત્રમાં આગળ લખ્યું- જેકલીન અને હું ગંભીર સંબંધમાં હતા. આ જ કારણ છે કે નોરા જેકલીનથી ઈર્ષ્યા કરતી હતી. જેકલીનને લઈને મને ઉશ્કેરતી હતી અને મારું બ્રેઈનવોશ કરતી હતી. નોરા ઈચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. સુકેશે આગળ લખ્યું છે કે નિક્કી તંબોલી અને ચાહત ખન્ના માત્ર પ્રોફેશનલ એસોસિયેટ હતા અને મારા પ્રોડક્શનમાં કામ કરવાના હતા.
નોરા ચાહતી હતી કે હું તેને ડેટ કરુંઃ સુકેશ
સુકેશે કહ્યું કે નોરા ઇચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં અને તેને ડેટ કરવાનું શરૂ કરી દઉં, નોરા દિવસમાં ઓછામાં ઓછા 10 વખત મને ફોન કરવાનો પ્રયાસ કરતી અને જો હું તેના કોલનો જવાબ ન આપું તો તે મને મારી નાખશે. પરંતુ મને ફોન કરવાનું ચાલુ રાખવા માટે દબાણ કરતી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT