પાટીલના ફરી AAP પર પ્રહાર, AAPના વાયદા પ્રમાણે ગુજરાતનું બજેટ રેવડીમાં જ પતી જાય

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ કર્યો હતો. વડાપ્રધાને વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી તેમની પાસેથી માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં આવેલા લોકોને સંબોધતા સી.આર પાટીલે આજે ફરીવાર રેવડી મુદ્દે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.

પાટીલે ફ્રી રેવડી મુદ્દે ફરી AAPને ઘેર્યું
પાટીલે કહ્યું કે, વડાપ્રધાને વેક્સિન પણ ફ્રી, અનાજ પણ ફ્રી આપ્યું, કોઈએ તેને રેવડી ન કીધી. લોકોના જીવન બચાવવા જેની જરૂર હોય તે વસ્તુ તેમને પહોંચાડવી જોઈએ. આ રેવડીવાળા કેવા કેવા વચનો આપી જાય છે અને એ વચનો પૂરી કરી શકાશે કે નહીં તેની ચિંતા કરતા નથી. જેને કંઈ આપવું જ નથી એ તો કંઈપણ કહી શકે.

કેજરીવાલની ગેરંટીનો સરવાળો કર્યો
તેમણે વધુમાં ઉમેર્યું કે, મહિલા માટે મહિને 1000 રૂપિયાની વાત કરે છે, ગુજરાતમાં 3 લાખ મહિલાઓ છે, જે વર્ષે 36 હજાર કરોડ થાય. બેરોજગારો માટે મહિને 3000, જે વર્ષે થાય 120 કરોડ રૂપિયા, સરપંચને દર મહિને 10,000 એટલે 18618 સરપંચના વર્ષે 223 કરોડ, મફતની લાઈટના 300 યુનિટના હાલની વસ્તી 6 કરોડ મુજબ, એક ઘરમાં 5ને બદલે 10 કરોડ સભ્યો ગણીએ તો પણ એનિ કિંમત થાય છે. 877 કરોડ બે મહિનાના થાય છે. વર્ષનો ખર્ચ 5264 કરોડ થાય છે. હવે બધી રેવડીઓનો સરવાળો કરીએ તો 41 હજાર 607 કરોડ 85 લાખ 60 હજાર રૂપિયા થાય.

ADVERTISEMENT

ગુજરાતના બજેટ જેટલા પૈસા ફ્રી રેવડીમાં ખર્ચ થવાનો દાવો કર્યો
રાજ્ય સરકારનું આપણું બજેટ છે 2 કરોડ 18 લાખ 408 કરોડ રૂપિયા. આ રેવડીવાળા આટલા પૈસા આવી રેવડીઓ પાછળ વહાવે છે. બેરોજગારો, ગ્રેડ-પે, 10 લાખ બેરોજગારોને બાકીના વાયદા આપે તો બધાના 10000 અલગ એના થાય છે. આતો ઝીરો પણ ભૂલી જવાય એટલા બધા છે. આ 2 કરોડ 18 લાખનું જે બજેટ છે એ તો આ રેવડીમાં જ પૂરું થઈ જાય. કોઈ યોજનાની વાત કરવી નહીં, કોઈએ રોડ માગવો નહીં, કોઈ વિકાસનું કામ થશે નહીં. ફક્ત રેવડી ખાવ.

    follow whatsapp

    ADVERTISEMENT