‘હું હોઉં કે નહીં 2022 જેવી જીત 2024માં પણ મળવી જોઈએ’, પાટીલે નેતાઓને આપી શીખ
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પોતાની ટીમના સદસ્યોને સંબોધ્યા હતા. તેમણે…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પોતાની ટીમના સદસ્યોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, હું અહીં હોઉં કે ન હોઉં. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જે જીત મળી છે, તેવી જ જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ મળવી જોઈએ તેવું સૂચન આપ્યું હતું.
પાટીલે સંગઠનના નેતાઓને શું શીખ આપી?
દરમિયાન પાટીલે વિવિધ પ્રદેશ પદાધિકારીઓ, મોરચા અને સેલના હોદ્દેદારો તથા જિલ્લા અને સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં તૈયાર થયેલા મજૂબત ડેટાબેંકનો ઉપયોગ કરવા સૂચન આપ્યું હતું. ઉપરાંત બેઠકમાં 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા કરી મંડળ સુધીનો સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવા સૂચના અપાઈ હતી.
પાટીલને મળશે પ્રમોશન?
ખાસ વાત છે કે, આગામી 20મી જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની ટર્મ પૂરી થવા જઈ રહી છે. આથી તેમના સ્થાને નવા નામની જાહેરાત થઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર સાથે કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ ફેરફાર થાય તેવી સંભાવના છે. એવામાં જો પાટીલને રાષ્ટ્રીય સ્તરે જવાબદારી મળે તો ગુજરાત ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થઈ શકે છે.
ADVERTISEMENT
પ્રદેશ ભાજપે શિસ્ત સમિતિની નિમણૂંક કરી
આ સાથે પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ ઉપરાંત 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વલ્લભ કાકડિયાને ભાજપની શિસ્ત સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. ઉપરાંત બિપીન દવે, મણીલાલ પરમાર, જયશ્રી પટેલ, રામસિંહ રાઠવા, અજય ચોક્સી, તખતસિંહ હડીયોલની પણ નિમણૂંક કરવામાં આવી છે.
ADVERTISEMENT