પાટીલના કેજરીવાલ પર પ્રહાર, કહ્યું- જૂઠાણાના સરદાર એક પછી એક ગેરેન્ટી આપે છે, કારણ કે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવેશ ઠાકર/ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે પૂર્વ ધારાસભ્યના રુદ્રાક્ષ સિનેમા ગૃહના ઉદ્ઘાટન અને ઉના વિધાનસભાના કાર્યકરોના સંમેલન પ્રસંગે આવેલા સી.આર પાટીલે સભા ગજવી હતી. અને પાટીલ એ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આડેહાથ લીધા હતા. પાટીલે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, જૂઠાણાનો સરદાર એક પછી એક ગેરેન્ટી આપે છે. કારણ કે તેને આપીને ભૂલી જવાની છે પણ નરેન્દ્ર ભાઈ જે કહે છે તે કરી બતાવે છે.

દ્વારકામાં ડિમોલિશન પર શું કહ્યું?
બીજી તરફ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી ગેર કાયદેસર બાંધકામો તોડવાને લઈ પણ પાટીલ બોલ્યા હતા. પાટીલે લોકોને સંબોધતા કહ્યું કે, દ્વારકા કૃષ્ણની નગરી છે જ્યાં બીજું કોઈ ગેરકાયદેસર બાંધકામ હોવું ન જોઈએ. અને એટલે જ વડા પ્રધાન અને મુખ્યમંત્રીની સૂચનાથી દ્વારકા પ્રશાસન દ્વારા ગેર કાયદેસર બાંધકામો તોડી પાડયા છે અને હજુ પણ ઘણું બધું થશે. જેના માટે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દ્વારકા પ્રસાશન અને સરકારનો આભાર વ્યક્ત કરવો જોઈએ.

રાહુલ ગાંધીને પણ લીધા આડે હાથ
જયારે પાટીલે કેજરીવાલની સાથે સાથે કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, સોનિયાનું રિમોટ તૂટવા આવ્યું છે. ચૂંટણીઓમાં સોનિયા કુંવરને આગળ રાખતા હતા પણ કુંવર જ્યાં જાય ત્યાં ઉમેદવાર તો ઠીક કોંગ્રેસ હારી જાય છે. રાહુલ ગાંધી દેશ જોડે યાત્રા કરવા નિકળ્યા પણ ગુજરાતને સાઈડ લાઇન કર્યું કારણ કે તેને ગુજરાત પ્રત્યે પ્રેમ જ નથી.

ADVERTISEMENT

ચૂંટણીમાં ટિકિટોની વહેંચણી મુદ્દે પણ આપ્યું નિવેદન
સીઆર પાટીલ આગામી ચૂંટણી ની ટિકિટો ને લય બોલ્યા અને કહ્યું કે મોદીજી અને અમિતભાઇ નક્કી કરશે તે લડશે. તે કોઈ પણ હોઈ મંચ ઉપર બેઠા હોય શકે કે સભાની ભીડ માં. આ બંને જ નક્કી કરશે ટિકિટ કોને આપવી.

    follow whatsapp

    ADVERTISEMENT