Covid Wave in India: કોરોનાના 10 વેરિયન્ટ ભારતમાં છે શું થશે? વૈજ્ઞાનિકોએ શું જણાવ્યું
Covid 19 CASES in CHINA : ચીનમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે. રોજના લાખો કેસ સામે આવી રહ્યા છે. ચીનની સ્થિતિને જોતા અન્ય દેશોની…
ADVERTISEMENT
Covid 19 CASES in CHINA : ચીનમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે. રોજના લાખો કેસ સામે આવી રહ્યા છે. ચીનની સ્થિતિને જોતા અન્ય દેશોની પણ ચિંતા વધી ચુકી છે. ચીનમાં તબાહી મચાવી રહેલા ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7 સમગ્ર વિશ્વ માટે પરેશાનીનો વિષય બની ચુક્યો છે. ભારતમાં પ તેના કેસ મળી ચુક્યાં છે. જો કે સ્વાસ્થય વિભાગે ભારતની કોઇ પણ સ્થિતિથી બચવા માટેની પુરતી તૈયારીઓ કરી લીધી છે. ટેસ્ટિંગ, બુસ્ટર ડોઝ અને વિદેશથી આવનારા યાત્રીઓ માટે બનાવાયેલા નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
આગામી કોવિડ લહેરની સંભાવના નહીવત્ત
શું બીએફ.7 ના સબ વેરિયન્ટથી દેશમાં આગામી કોવિડ લહેરની સંભાવના છે. ભારતમાં સતત વધી રહેલા BF.7 વેરિયન્ટના કેસ અંગે વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ જણાવી રહ્યા છે કે, તેનાથી ભારતને ગભરાવાની જરૂર નથી. કોરોનાના અલગ અલગ 10 વેરિયન્ટ એક્ટિવ છે. કેલિફોર્નિયા ખાતે આવેલ સ્ક્રિપ્સ રિસર્ચ ઇંસ્ટીટ્યુટના આંકડાઓ અનુસાર ચીનમાં હાલ કોવિડ કેસ વધી રહ્યા છે. BF.7 વેરિયન્ટ જેવા જેનેટિક્સ વાળું વેરિયન્ટ ફેબ્રુઆરી 2021 બાદથી લગભગ 90 દેશોમાં સામે આવી ચુક્યો છે. આ ઓમિક્રોનના બીએ.5 સબ વેરિયન્ટ ગ્રુપનો હિસ્સો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારતમાં તેનો ખુબ જ વધારે પ્રભાવ હોવાની શક્યતા નથી. ભારતની મોટા ભાગની વસ્તી પાસે ડબલ ઇમ્યુનિટી અને વેક્સિનના કારણે ઇમ્યુનિટી ડેવલપ થઇ ચુકી છે.
ભારતમાં હાલ કુલ 10 વેરિયન્ટ એક્ટિવ છે
વાયરોલોજિસ્ટ ડૉ.ગગનદીપ કાંગે જણાવ્યું કે, હાલમાં ભારતમાં કોવિડના 10 વેરિયન્ટ છે. તેમ છતા પણ કોરોના મુદ્દે વૃદ્ધી નથી થઇ રહી. BF.7 સબ વેરિયન્ટ ભારત માટે નવી નથી. અમે ગત્ત થોડા સમયમાં ઓમિક્રોનના અલગ અલગ સબ વેરિયન્ટના કારણે કોઇ પણ મોટી લહેર નથી જોવા મળી. એટલા માટે કહી શકાય છે કે, બીએફ.7ની અસર ખતરનાક નહી રહે.
ADVERTISEMENT
ADVERTISEMENT