ચીનથી આવેલ કોરોના ગુજરાતમાં વકર્યો, યુવાનની માતા પણ કોરોનાના સકંજામાં

ADVERTISEMENT

corona
corona
social share
google news

નીતિન ગોહેલ, ભાવનગર: કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક 34 વર્ષ વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. ચીનમાં જ્યારે કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટનો સબ વેરિએન્ટ BF.7ના કારણે ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. ત્યારે ભાવનગરનાં યુવાનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમની 2 વર્ષની પુત્રીનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ભાવનગર મા ચીનથી આવેલા પિતા અને પુત્રીને કોરોના પોઝીટીવ બાદ માતા પણ પણ કોરોના સંક્રમિત થયા છે.

દેશ અને દુનિયામાં કોરોનાએ ફરી એક વખત માથું ઉચક્યું છે.  ભાવનગર મા ચીન થી આવેલા પિતા અને પુત્રી ને કોરોના પોઝીટીવ બાદ માતા પણ કોરોના સંક્રમિત થયા છે.  થોડા દિવસ પહેલા ચીનથી આવેલા એક યુવકને આવ્યો હતો કોરોના પોઝીટીવ થયા છે.  આ યુવકે જાતે જ આરોગ્ય સેન્ટર પર જઈ અને તેનો ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં પરિવારના સભ્યોનો ટેસ્ટ કરાવતા પુત્રીનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જો કે તેમની માતામાં પણ કોરોનાના લક્ષણો દેખાતા તેમની માતાનો રિપોર્ટ કરવામાં આવતા તેમની માતાનો રિપોર્ટ આવ્યો છે. હાલ ભાવનગરમા 3 કોરોના પોઝીટીવ સારવાર હેઠળ છે.

કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાની ભાવનગરમાં તંત્રને સૂચના
ભાવનગરમાં ચીનથી આવેલા વેપારી કોરોના સંક્રમિત થતાં વેપારી યુવાનને ક્વોરન્ટીન કરી RTPCR અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ, ભાવનગર તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.   હાલ આ યુવાન ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7થી સંક્રમીત છે કે કેમ તે જાણી શકાયું નથી પરંતુ ચીનમાં જે પ્રમાણે કેસ વધ્યા છે જેને જોતા તંત્ર કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લે તો તે જોખમી સાબિત થાય તેમ છે. જેના કારણે તંત્રમાં સતત દોડાદોડ જોવા મળી રહી છે. ત્યારે તેમના પરિવારના સભ્યો પણ સંક્રમિત થતાં તંત્ર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT