હિંદુ મહાસભાના દુર્ગા પંડાલમાં મહાત્મા ગાંધીને મહિષાસુર દર્શાવાતા વિવાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં હિન્દુ મહાસભા દ્વારા દુર્ગાપંડાલ બનાવવામાં આવ્યો છે. જો કે વિવાદ ત્યારે પેદા થયો જ્યારે માતાજીની મુર્તિ પર લોકોની નજર ગઇ. માતાજીની મુર્તિમાં મહિસાસુરના બદલે ગાંધીજીને દેખાડવામાં આવ્યા હતા. જો કે વિવાદ વધતા કેન્દ્રીય સ્તરથી તેડું આવતા આખરે ગાંધીજીનો ચહેરો હટાવી લેવામાં આવ્યો હતો.

અખિલ ભારતીય મહાસભા લાજવાના બદલે ગાજ્યું
અખિલ ભારતીય હિન્દુ મહાસભા વિરુદ્ધ હાલ તો ફરિયાદ મળ્યા બાદ પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. જો કે આ અંગે હિંદુમહાસભાના પશ્ચિમ બંગાળના પ્રભારી ચંદ્રચુડ ગૌસ્વામીએ જણાવ્યું કે, અમે લોકો ગાંધીને દેશના સૌથી મોટા દૈત્ય સ્વરૂપે જ જોઇએ છીએ. તેના કારણે જ અમે આ પ્રકારની મુર્તિ બનાવી હતી.

તસવીર વાયરલ થયા બાદ ગૃહમંત્રાલય આવ્યું હરકતમાં
જો કે ચંદ્રચુડે આરોપ લગાવ્યો કે, આ તસવીર વાયરલ થયા બાદ અમારા પર ગૃહમંત્રાલય દ્વારા તસવીરો હટાવવા માટેનું દબાણ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને અમે ગાંધીજીની તસ્વીરો હવે સમગ્ર પંડાલમાંથી હટાવી દીધી છે. સુભાષચંદ્ર બોઝને અમે દરેક જગ્યાએ પ્રમોક કરીશું. બોઝ જ સાચા આઝાદીના લડવૈયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT