રાજ્યમાં કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે, જાણો શું છે પ્લાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર બાદ હવે લોક સભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જાગી છે. રાહુલ ગાંધીની ભારત જોદો યાત્રા બાદ. ગુજરાત કોંગ્રેસે હાથ સે હાથ જોદો યાત્રાની તૈયારી કરી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જે રાજ્યમાં ભારત જોડો યાત્રા નથી ગઈ ત્યાં હાથ સે હાથ જોડો યાત્રા જશે. ત્યારે ગુજરાત કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા આગામી સમયમાં શરૂ થનાર છે.

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ હવે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારનો સામનોકરવા નથી માંગતી. ત્યારે કોંગ્રસ હવે હાથ સે હાથ જોડો યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે. ત્યારે આ મમલે  જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાહુલજીના નેતૃત્વમાં સર્વ સમાજને સાથે રાખીને નીકળેલી “ભારત જોડો યાત્રા”નું સમાપન થયું. કન્યાકુમારી થી કાશ્મીર સુધીની “ભારત જોડો યાત્રા”ને ખુબજ અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.  “ભારત જોડો યાત્રા”થી પ્રેરાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ “હાથ સે હાથ જોડો” યાત્રા દ્વારા સૌ કોઈનો હાથ ઝાલવાના છીએ.

દિલ્હીથી તખ્તો તૈયાર થયો
દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મિટિંગ થઈ જેમાં તારીખ 20 થી 30 ડિસેમ્બર સુધી જીલ્લા કારોબારી માં ‘હાથ સે હાથ જોડો યાત્રા’ અંગે ચર્ચા થઈ. તારીખ 1 થી 10 જાન્યુઆરી સુધી યાત્રાના રૂટ નક્કી કરવા મિટિંગો થઈ અને 60-70 ટકા રૂટ નક્કી થઇ ગયા છે.

ADVERTISEMENT

જાણો શું છે પ્લાન
ગુજરાતમાં તારીખ 01 ફેબ્રુઆરીથી ‘હાથ સે હાથ જોડો યાત્રા’ શરૂઆત કરવામાં આવશે.  જેમાં સૌ પ્રથમ 71 નગરપાલીકાની જ્યાં ચૂંટણીઓ આવી રહી છે.  ત્યાંથી શરૂઆત કરવામાં આવશે.  ત્યારબાદ જિલ્લા પંચાયતની સીટ વાઈઝ ‘હાથ સે હાથ જોડો યાત્રા’ સમગ્ર ગુજરાત માં આ યાત્રા ઘરે ઘરે ફરશે. ગુજરાતમાં 3  અને 4 ફેબ્રુઆરીએ ગાંધીનગર, 4  અને 5 ફેબ્રુઆરીએ ભિલોડા, 6 ફેબ્રુઆરીથી 17  ફેબ્રુઆરીમાં સુધીમાં 17 તાલુકામાં યાત્રા પૂરી કરવામાં આવશે. રાહુલ ગાંધીજીના સદેશને અમે ઘર-ઘર સુધી પહોંચડીશું.

આ મામલે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી દ્વારા તાનાશાહ અંગ્રેજો સામે 12 માર્ચ 1930ના રોજ શરુ કરવામાં આવેલી દાંડી યાત્રા એ વિશ્વમાં ઐતિહાસિક યાત્રાઓમાં સ્થાન ધરાવે છે.  તેવી જ રીતે 5 સપ્ટેમ્બરના રોજ શરુ થયેલી ‘ભારત જોડો યાત્રા’ વૈશ્વિક ફલક પર સૌથી લાંબી રાજકીય પદયાત્રા તરીકે નામના પામી છે.  રાહુલ ગાંધીએ દેશને જોડવા અને નફરત, ધ્રુણા, હિંસાને ખતમ કરવા અને ભાઈચારા, પ્રેમ, સદભાવનાના સંદેશને સમગ્ર દેશમાં ફેલાવવનું ભગીરથ કાર્ય ‘ ભારત જોડો યાત્રા’ થકી શરુ કર્યું છે. કોંગ્રેસ પાર્ટી આ ‘ભારત જોડો’ ઝુંબેશને વધુ વ્યાપક બનાવવા માટે 26  માર્ચ સુધી દેશભરમાં જન સંવાદ કાર્યક્રમ ‘હાથ સે હાથ જોડો અભિયાન’ ચલાવશે. જેનું નેતૃત્વ બ્લોક કોંગ્રેસ સમિતિઓ કરશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામને લખ્યો પત્ર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

2.50 લાખ ગ્રામ પંચાયત સુધી પહોંચશે
આ અભિયાન હેઠળ 6  લાખ ગામો, 2.50 લાખ ગ્રામ પંચાયતો અને 10 લાખ મતદાન મથકો પર પહોંચીને રાહુલ ગાંધીનો સંદેશ અને મોદી સરકારની નિષ્ફળતાઓની ચાર્જશીટ દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT