અનંત પટેલ નહીં આખા આદિવાસી સમાજ પર હુમલો થયો ગણાય, BJPના લોકોની સંડોવણી; ઉગ્ર વિરોધ કરીશું- કોંગ્રેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અનંત પટેલ પર હુમલા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપ સામે આક્ષેપ લગાવતા કોંગ્રેસ સતત હુમલાનો વિરોધ કરી રહી છે. આ અંગે કોંગ્રેસે કહ્યું કે અનંત પટેલ પર ભાજપના કહેવાથી જ હુમલો થયો છે જો 72 કલાકમાં યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાય તો તેઓ આનો ઉગ્ર વિરોધ કરશે.

ગુજરાતમાં ગુંડારાજ ચાલે છે- કોંગ્રેસ
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતની અંદર અત્યારે ગુંડારાજ ચાલી રહ્યું છે. અનંત પટેલ પરનો હુમલો અત્યંત ચોંકાવી દે એવો છે. આનાથી આદિવાસી સમાજને દબાવવા માટે સ્પષ્ટપણે ટકોર કરાઈ હોય એમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર નથી થયું કે અનંત પટેલ પર હુમલો કરાયો હોય. આમ વારંવાર કૃત્ય આચરાતુ રહે છે. ભાજપના લોકોએ લાકડીઓ અને પાઈપો દ્વારા આંદોલન કરનારા લોકોને ઢોર માર મારતા નજરે પડ્યા છે.

ડરાવીને પ્રશ્ન ન ઉઠાવે એટલે હુમલા કરાયા- કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા જણાવાયું કે કોઈપણ વ્યક્તિને ભાજપ ડરાવી દેવા માગે છે. જેથી કરીને સચ્ચાઈ માટે તેઓ અવાજ જ ન ઉઠાવી શકે. અત્યારે આગામી સમયમાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનંત પટેલ પર હુમલા અંગે જો યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાય તો આદિવાસી સમાજ ઉગ્ર વિરોધ કરશે. કોંગ્રેસે વધુમાં કહ્યું કે અનંત પટેલ પર હુમલો એ આખા આદિવાસી સમાજ પર થયેલો હુમલો છે. આરોપીઓને પકડવામાં નહીં આવે તો સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT