AMC ની અંગ્રેજી માધ્યમની સ્કૂલો મામલે કોંગ્રેસ લાલઘુમ, સરકારની કામગીરી પર કર્યા સવાલો
અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો સતત કેન્દ્રમાં રહ્યો હતો. કોંગ્રેસે AMC ની અંગ્રેજી માધ્યમની ધોરણ 1 થી 5 ની સ્કૂલોની શિક્ષક વગરની…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો સતત કેન્દ્રમાં રહ્યો હતો. કોંગ્રેસે AMC ની અંગ્રેજી માધ્યમની ધોરણ 1 થી 5 ની સ્કૂલોની શિક્ષક વગરની કફોડી હાલતને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. મનીષ દોશીએ સરકાર અને AMC પર પ્રહાર કરતાં કહ્યું કે, કોર્પોરેશનના શાસકો દર વર્ષે બજેટમાં કરોડો રુપિયાની જાહેરાતો કરે છે. પણ જમીની હકીકત જોઈએ તો શિક્ષકો વિનાની જ શાળા ધમધમી રહી છે. સરકાર વાતો તો કરી રહી છે ભણશે ગુજરાત, જીતશે ગુજરાત, આવી રીતે તો કેમ ભણશે ગુજરાત.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ AMC પર આરોપ લગાવતા કહ્યું કે, અમદાવાદ કોર્પોરેશન સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતીમાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોટાપાયે શિક્ષકોની ઘટ હોવાનો આંકડો સામે આવ્યો છે. આજ રીતે હિન્દી માધ્યમની શાળાઓમાં મોટાપાયે શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. નગરપ્રા.શિક્ષણ સમિતીમાં મોટાભાગે શ્રમિકોના, સામાન્ય ઘરના અને ગરીબ ઘરના બાળકો આવે છે. ત્યારે શિક્ષકો વિનાએ બાળકોનું ભવિષ્ય કેવી રીતે બનશે ? કોર્પોરેશનના શાસકો દર વર્ષે બજેટમાં કરોડો રુપિયાની જાહેરાતો કરે છે. પણ જમીની હકીકત જોઈએ તો શિક્ષકો વિનાની જ શાળા ધમધમી રહી છે.
કેમ ભણશે ગુજરાત ?
મનીષ દોશી સરકારને ઘેરતાં કહ્યું કે, સરકાર વાતો તો કરી રહી છે ભણશે ગુજરાત, જીતશે ગુજરાત, આવી રીતે તો કેમ ભણશે ગુજરાત.. અને અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારનો પ્રશ્ન નથી આ પ્રશ્ન તો અમદાવાદ જેવા મેગા સિટીનો છે. એક તરફ ટેટ-ટાટ પાસ થયેલા હજારો યુવાન અને યુવતીઓ શિક્ષક-શિક્ષિકા તરીકે કામ કરવા માગે છે. જેને તક નથી આપવામાં આવતી. અને બીજી બાજુ શિક્ષક વિનાની શાળા ચાલે છે. મને લાગે છે સરકારે શિક્ષણની અધોગતિ માટે જવાબદાર છે. અને સરકારે શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવા ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. અને શિક્ષકોની ભરતી પછી શિક્ષણના સ્તર પર ધ્યાન આપવામાં આવશે તો જ સાચા અર્થમાં ગુજરાતના બાળકો અને શિક્ષણનો વિકાસ થશે.
ADVERTISEMENT
AMC ની અંગ્રેજી માધ્યમની સ્કૂલોની હાલત
અમદાવાદ ધોરણ 1થી5ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલો છે જેમા 54 માંથી 36 સ્કૂલોમાં એક પણ કાયમી શિક્ષક નથી ત્યારે સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાં માત્ર 39 શિક્ષકો છે. આમ 8088 બાળકો વચ્ચે માત્ર 39 જ શિક્ષકો છે. 255ના મહેકમ સામે 216 શિક્ષકોની અંગ્રેજી માધ્યમમાં ઘટ છે.
ADVERTISEMENT