ગુજરાતમાં પોસ્ટર પોલિટિક્સ જામશે, વઢવાણમાં ભરોસાની ભાજપ સરકારના સળગ્યા બેનર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહી છે. વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. બેનર પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલના બેનર લાગ્યા હતા અને ભારે ચર્ચા જાગી હતી. ત્યારે હવે વઢવાણમાં ભાજપના બેનર ફાડી અને સળગાવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચૂંટણી જાહેર થવાની તૈયારી છે ત્યારે ગુજરાતનું રાજકારણ અલગ જ દિશા લઈ રહ્યું છે. ભાજપ દ્વારા ચૂંટણી સ્લોગન તૈયાર કરવામાં આવ્યું છે “ભરોસાની ભાજપ સરકાર” અને આ સ્લોગન ને લઈને ઠેર ઠેર બેનરો લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્ર નગરના વઢવાણમાં ખેડૂતોને ડ્રોનથી ખેતી કરાવનાર ભરોસાની ભાજપ સરકાર એવું બોર્ડ લગાવતા રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાનોએ બેનરો ફાડી સળગાવતા મામલો ગરમાયો છે.

આગામી સમયમાં મામલો ઉગ્ર બનશે
ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીમાં એક બીજા પર આક્ષેપ નાખવાનો એક મોકો ચુકતા નથી ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેનર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. વઢવાણ ખારવા રોડ પર કોંગ્રેસ દ્વારા ભાજપના બેનરો ફાડી તેમજ સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે ત્યારે આ વચ્ચે ખેડૂતોને ડ્રોનથી ખેતી કરાવનાર ભરોસાની ભાજપ સરકાર એવું બોર્ડ લગાવતા મામલો ગરમ થયો અને કોંગ્રેસે બેનરોને સળગાવી દીધા. બેનરો સળગાવવા મામલે આગામી સમયમ‍ાં ભાજપ કોંગ્રેસ વચ્ચે મામલો ઉગ્ર બનવાના એંધાણ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT