Congress President Election: ખડગે Vs થરૂર, ગુજરાત સહિત દેશભરના 36 કેન્દ્રો પર આજે મતદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી (Congress President Election) માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે મુખ્ય મુકાબલો છે. સવારે 10 વાગ્યાથી આ માટે વોટિંગ શરૂ થશે અને સાંજે 4 વાગ્યે ખતમ થશે. આ ચૂંટણીમાં 9000થી વધારો કોંગ્રેસના ડેલિગેટ્સ વોટ કરશે. ગુજરાત સહિત દેશભરમાં 36 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જેમાં 67 બૂથ છે.

કેવી રીતે થશે મતદાન?
મતદાતાઓને નિર્દેશિત કરવામાં આવ્યા છે કે તેઓ જે પણ ઉમેદવારને પોતાનો મત આપવા માગતા હોય તેઓ તેમના નામની સામે બોક્સમાં ટિક કરે. આ ઉપરાંત અન્ય કોઈપણ ચિહ્ન બનાવવા કે તેના પર લખવા પર વોટને ગણવામાં નહીં આવે. વોટરે પોતાની સાથે ફોટો સાથેનું આઈડી કાર્ડ પણ લઈ જવાનું રહેશે.

ADVERTISEMENT

કોણ ક્યાંથી મત નાખશે?
ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ ચાલતી હોવાથી રઘુ શર્મા સહિત કેટલાક અન્ય કોંગ્રેસના આગેવાનો ગુજરાતમાંથી જ વોટ નાખશે. જ્યારે સોનિયા ગાંધી, પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે બપોરે 12 વાગ્યે દિલ્હીમાં કોંગ્રેસના હેડક્વાર્ટરમાં જ વોટ નાખશે. જ્યારે રાહુલ લાંધી સહિત 47 ડેલિગેટ્સ કર્ણાટકના બેલ્લારીમાં વોટ નાખશે. શશી શરૂર કેરળના તિરુવનંતપુરમમાં અને ખડગે કર્ણાટકના બેંગલુરુમાં મતદાન કરશે.

ADVERTISEMENT

કોંગ્રેસમાં 22 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે મતદાન
આ પહેલા પાર્ટીના અધ્યક્ષ પદ માટે અંતિમ વખત ચૂંટણી વર્ષ 2000માં થઈ હતી. ત્યારે જિતેન્દ્ર પ્રસાદને સોનિયા ગાંધી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાને પાર્ટી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર કરી દીધા છે. જેના કારણે 22 વર્ષ બાદ ગૈર ગાંધી પરિવારનું અધ્યક્ષ બનવાનું નક્કી થઈ ગયું છે. આ ચૂંટણીની મતગણતરી 19મી ઓક્ટોબરે કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT