શું કોંગ્રેસની જાહેરાતો AAPની ગેરન્ટીઓ પર ભારે પડશે? જાણો રાહુલ ગાંધીની ‘દસ કા દમ’ રણનીતિ વિશે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ભાજપની પકડ એટલી મજબૂત છે કે એના ગઢને જીતવો અન્ય પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા સમાન રહેશે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ સમયાંતરે વિવિધ ગેરન્ટીઓ આપીને ગુજરાતની જનતાને આકર્ષિત કરવાની તૈયારીઓ આરંભી દીધી હતી. તેવામાં હવે 5મી સપ્ટેમ્બરે તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ એવો માસ્ટર સ્ટ્રોક રમ્યો કે એક સાથે જ 10 ગેરન્ટી જણાવી દીધી હતી. આના કારણે હવે નજર કરીએ કે આમ આદમી પાર્ટીની ગેરન્ટીઓને ઓવરટેક કરવા માટે રાહુલ ગાંધીએ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ચલો આપણે નજર કરીએ કે કોંગ્રેસની ગેરન્ટીઓ આપ પર ભારે પડશે કે નહીં!

આમ આદમી પાર્ટીની ગેરન્ટીઓ…પર કોંગ્રેસનો પલટવાર
બંને પાર્ટીઓએ જે ગુજરાતને વચનો આપ્યા છે એમાં ઘણી સમાનતા જોવા મળી રહી છે. ચલો આપણે જાણીએ કે બંને પાર્ટીઓ કેવી રીતે વીજળી, બેરોજગાર, શિક્ષણ સહિતના મુદ્દાઓ પર વિવિધ વચનો આપી જનતાને રિઝવવાના પ્રયાસો કરી રહી છે.

ADVERTISEMENT

  • સ્વાસ્થ્ય મુદ્દે બંને પાર્ટીની ગેરન્ટીઓ

AAP: અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને સ્વાસ્થ્ય માટે ગેરન્ટી આપી હતી. તેમણે આ દરમિયાન તેમણે દિલ્હીના વિકાસ મોડલનો ઉલ્લેખ કરીને નિઃશુલ્ક દવાઓ, ઓપરેશન અને ટેસ્ટ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી. તથા હોસ્પિટલોને 5 સ્ટાર બનાવીને તેના દર્દીઓને નિઃશુલ્ક સેવા આપવા કેજરીવાલે ગેરન્ટી આપી હતી.

Congress: ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ 10 મોટા વચનોની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે દરેક નાગરિકને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર તથા વિનામૂલ્યે દવાઓ વિતરણનું વચન આપ્યું હતું.

ADVERTISEMENT

  • ખેડૂતોને રિઝવવા માટે આપ અને કોંગ્રેસનું વલણ

AAP: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવુ માફ કરવાનું વચન આપ્યું હતું. આની સાથે તેમણે MSP મુદ્દે રાહત આપવા જણાવ્યું હતું. નર્મદા ડેમના સંપૂર્ણ કમાંડક્ષેત્રમાં પાણી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીએ 1 વર્ષની અંદર સુવિધા પૂરી પાડવા વચન આપ્યું હતું. આની સાથે પાકના નુકસાન પેઠે આમ આદમી પાર્ટી નુકસાની પેઠે 2 હજાર રૂપિયા પ્રતિ એકરની સહાય રાશિ આપવાની જાહેરાત કરી હતી. ત્યારપછી ખેડૂતોને 12 કલાક વીજળીનો પુરવઠો મળી શકે એની જાહેરાત કરી હતી.

ADVERTISEMENT

કોંગ્રેસઃ રાહુલ ગાંધીએ કોંગ્રેસને આ ચૂંટણીના મેદાનમાં ફરી ઉતારવા માટે અનેક ગેરન્ટીઓ આપી છે. આ દરમિયાન તેમણે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરવાની સાથે 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની વાત કરી હતી.

  • વિજળી મુદ્દે AAPની ગેરન્ટી- આમ આદમી પાર્ટીએ વીજળી મુદ્દે દરેક ઘરને 300 યૂનિટ ફ્રી આપવાની વાત કરી હતી. આની સાથે 31 ડિસેમ્બર સુધીના તમામ વીજ બિલ માફ કરવાની જાહેરાત કરી હતી.

રોજગારી મુદ્દે AAP અને કોંગ્રેસે ભથ્થુ આપવા જણાવ્યું

AAP: આમ આદમી પાર્ટીએ દરેક બેરોજગારને રોજગારી આપવા માટેની વાત કરી હતી. આ દરમિાયન બેરોજગારોને પ્રતિ મહિનામાં 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થુ આપવા ગેરન્ટી આપી હતી. જ્યારે બીજી બાજુ સરકારી નોકરીઓમાં 10 લાખ ભરતી કરાય એની ખાતરી પણ આપી હતી. નોંધનીય છે કે પરીક્ષામાં પારદર્શિતા સાથે પાર્ટીએ પેપરલીક વિરૂદ્ધ પણ કડક કાયદા અમલમાં લાવવા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તથા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવીને દરેકને નોકરીની સમાન તક મળશે એની ગેરન્ટી આપી હતી.

  • મહિલાઓ મુદ્દે આમ આદમી પાર્ટીએ દર મહિને તેમને 1 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસઃ કોંગ્રેસ પાર્ટીએ પણ રોજગારી મુદ્દે બેરોજગારોને 3 હજાર રૂપિયાનું માસિક ભથ્થુ આપવા માટે જાણ કરી હતી. આની સાથે જ સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરીને 10 લાખ સરકારી નોકરીની ભરતી લાવવા ટકોર કરી હતી. નોંધનીય છે કે આ દરમિયાન કોંગ્રેસે મહિલાઓને 50 ટકા સુધી સરકારી નોકરીઓ પર અધિકાર મળશે એની વિશેષ ગેરન્ટી આપી હતી.

  • શિક્ષણનીતિ પર AAPના મોડલ સામે રાહુલ ગાંધીનો વાર…

AAP- આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે બાળકોની મફતમાં ઉચ્ચ સ્તરિય શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. આની સાથે સરકારી શાળાઓની ગુજરાતમાં કાયાપલટ કરવા જાણ કરી હતી. નોંધનીય છે કે પ્રાઈવેટ શાળાના ઓડિટથી લઈને પુસ્તકો તથા યુનિફોર્મ સહિત રાહત આપવા જાહેરાત કરી હતી.

કોંગ્રેસઃ રાહુલ ગાંધીએ એજ્યુકેશન મુદ્દે ગુજરાતમાં 3 હજાર ઈંગ્લિશ મીડિયમની શાળા ખોલવા માટે જાહેરાત કરી હતી. આની સાથે ગુજરાતની દીકરીઓને KGથી PG સુધીની શિક્ષા સંપૂર્ણપણે ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે આની સાથે દૂધ ઉત્પાદકોની પ્રતિ લિટર 5 રૂપિયાની સબસીડી સહિત ગુજરાતમાં વધતી જતી મોંઘવારીને ટાળવા ટકોર કરી છે. આની સાથે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસે વધુ પ્રહારો કર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT