કોંગ્રેસના ભાજપ પર બેક ટુ બેક પ્રહારો, કહ્યું- જનતાને પાયાની સુવિધા પણ નથી મળી; 22 નદીઓ પ્રદૂષિત
ગાંધીનગરઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. તેવામાં ગાંધીનગરમાં આયોજિત મેયર કોન્ફરન્સ અંગે કોંગ્રેસના…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. તેવામાં ગાંધીનગરમાં આયોજિત મેયર કોન્ફરન્સ અંગે કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીશ દોષીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ અંગે તેમણે જનતા પાયાની સુવિધાઓથી પણ વંચિત હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વળી આની સાથે 24 ટકા અમદાવાદના નાગરિકોને શુદ્ધ પાણી ન મળતું હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
અમદાવાદ ‘મેગા સિટી’ ખાલી ચોપડે હોવાના કોંગ્રેસના પ્રહારો?
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ વધુમાં જણાવ્યું કે અમદવાદ જેવી મેગા સિટીમાં 24 ટકા નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું નથી. વળી અહીં ઠેર ઠેર ખાડા, ગંદકીઓ અને કચરાના ઢગલાથી જનતા પણ ત્રસ્ત થઈ ગઈ છે. તેવામાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જનતા પાયાની સુવિધા પણ વંચિત છે છતા પાર્ટી ટેક્સ વસૂલી રહી છે. આની સાથે કોંગ્રેસે બોપલ-ઘુમા સહિતના વિસ્તારોના ઉદાહરણ આપીને ભાજપના પ્રતિનિધિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓ કઈ કામ કરી રહ્યા છે કે નહીં?
અશુદ્ધ પાણીનો મુદ્દો ઉઠાવ્યો
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ વધુમાં સાબરમતી નદી પ્રદુષિત હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે અમદાવાદના એક પણ STP તેના માપંકો પ્રમાણે ચાલતા નથી. 1400 MLD સુએજમાં અનટ્રિટેડ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતી હોવાની વાત ઉચ્ચારી હતી. ત્યારપછી નિયમો પ્રમાણે CETP પ્લાન્ટ પધ્ધતિસર ન ચાલતા હોવાનો મુદ્દો પ્રકાશમાં લાવ્યા હતા. જેના કારણે અત્યારે સાબરમતી નદીનું પાણી પ્રદુષિત થતું હોવાનું પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT