કોંગ્રેસે ગુમાવ્યા વધુ એક MLA, ભગવાન બારડે આપ્યું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ધારાસભ્યની ઓટ આવી છે. એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય પક્ષથી નારાજ થઈ રહ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભગવાન બારડે રાજીનામું ધરી દીધું છે. ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું

 

પક્ષ માંથી આપ્યું રાજીનામું 

ADVERTISEMENT

વારસામાં મળ્યું રાજકારણ
ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે.

ADVERTISEMENT

રાજીનામાં પહેલા સમર્થકો સાથે મિટિંગ કરી હતી
તાલાલા ના ધારાસભ્ય ભગવાન બારડે સમર્થકોની બેઠક યોજી હતી. જેમાં 2000 જેટલા તાલાલા સુત્રાપાડા તાલુકાના સમર્થકો રહ્યા હાજર રહ્યા. જેમાં કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે ચર્ચા કરવામાં આવી તેવી ચર્ચાઑ ચાલી રહી છે. ટૂંક સમયમાં ભાજપ માં પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા છે. ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભગવાન બારડ એ સમર્થકો પાસે માગ્યું સમર્થન માંગ્યું હતું. સમર્થકોએ પણ ધારાસભ્યની હા માં હા રાખી હોવાની વાત મળી રહી છે .

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT