BJPની ગુજરાત ગૌરવ યાત્રામાં Hardik Patelનું નામ કઢી નખાતા કોંગ્રેસના નેતાએ શું કટાક્ષ કર્યો?
અમદાવાદ: ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહ્યું અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે…
ADVERTISEMENT
અમદાવાદ: ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કહ્યું અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે પક્ષમાં અવગણના અને કોઈ કામ ન સોંપાતું હોવાનું કારણ ધર્યું હતું. ત્યારે હવે ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની સ્થિતિ હતી તે જ જોવા મળી રહી છે. આજથી ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી છે, મહેસાણાના બહુચરાજીમાંથી શરૂ થયેલી આ યાત્રા માટે પહેલા ભાજપે હાર્દિક પટેલનું નામ આપ્યું હતું, જોકે કાર્યક્રમની જાહેરાતના અડધા કલાકમાં જ હાર્દિક પટેલનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસના જ નેતા દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે.
યુથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ શ્રીનિવાસ બી.વી દ્વારા હાર્દિકને ગુજરાત ગૌરવ યાત્રામાં સ્થાન ન અપાતા એક ટ્વીટ કરીને કટાક્ષ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, ‘બડે બેઆબરુ હોકર… આ સન્માનની શોધમાં ભાજપના ખોળામાં જઈને બેસી ગયા હતા.’
ADVERTISEMENT
કદ પ્રમાણે વેતરાયા હાર્દિક પટેલ
નોંધનીય છે કે, વર્ષ 2017ની ચૂંટણીમાં ગુજરાતના રાજકારણમાં અચાનક ભાજપનો માથાનો દુખાવો બનેલ હાર્દિક પટેલ એક બાદ એક રાજકારણના પગથિયાં ચડતા ગયા. કોંગ્રેસમાં જોડાયા બાદ સ્ટાર પ્રચારક અને ત્યાર બાદ તેમણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પાટીદાર આંદોલન સમિતિના યુવા નેતા અને કોંગ્રેસમાંથી થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયેલા. હાર્દિક પટેલને ભાજપમાં નેતાઓની યાદીમાં કદ પ્રમાણે વેંતરી નખવામાં આવ્યા છે. હાર્દિક પટેલ જયારે ભાજપમાં ગયા ત્યારે તેમને મોટી જવાબદારી મળશે, પટેલ આગેવાન તરીકે તેમના ઉપર પ્રચાર અને રાજ્યમાં પાટીદાર વોટબેંક ઉપર પ્રભાવ પાડવા માટે ઉપયોગ થશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ હાર્દિકને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે.
હાર્દિકની રાજકીય કારકિર્દી ખતમ?
હાર્દિક પટેલ ફક્ત સોશિયલ મીડિયા પર જ એક્ટિવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કે કેન્દ્રના દિગ્ગજનેતાઓના પ્રવાસ દરમિયાન કે પ્રદેશ સંગઠનના વિવિધ કાર્યક્રમમાં પણ તે ભાગ્યેજ જોવા મળી રહ્યા છે. હવે હાર્દિક પટેલનું નામ પણ કાપવામાં આવી રહ્યું છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હાર્દિક પટેલને હજુ ભાજપે સ્વીકાર્યો નથી? હાર્દિક પટેલનું રાજકીય કરિયર ખતરામાં છે. કે રાજકીય કારકિર્દી જ ખતમ થઈ ચૂકી છે?
ADVERTISEMENT
ADVERTISEMENT