‘ભાજપે ચૂંટણીની આખી સિસ્ટમ રૂપિયા પર કરી નાખી છે’ ભૂંડી હાર બાદ કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપીન પ્રજાપતિ/પાટણ: ખાતે યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગઈકાલે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક મળી હતી.જેમાં આવનારી લોકસભા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી માટે કાર્યકરો અને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને અત્યારથી કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. જિલ્લાના સંગઠન માળખાને મજબૂત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ આગામી જાન્યુઆરીમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મજબૂત કરવા ‘હાથ સે હાથ જોડો’ યાત્રા નીકળશે. જેમાં તમામ કાર્યકરોને જોડાવા અપીલ કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી બાદ પાટણ ખાતે જિલ્લા કોંગ્રેસની પ્રથમ વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રમુખ, ધારાસભ્યો, પદાધીકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

‘વિધાનસભા ચૂંટણીમાં કલ્પના કરતા પણ બહારના પરિણામો આવ્યા’
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં આપણે જે પરિણામો ધાર્યા હતા તેના કરતા કલ્પના બહારના પરિણામો આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને હરાવવા માટે કોઈ કસર બાકીના રાખી ન હતી. તેમણે સરકારી મશીનરીનો ખોટી રીતે ઉપયોગ કરીને ચૂંટણી જીત્યા છે. ગુજરાતમાં 30 જેટલી સરકારી ભરતીની પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે. ત્યારે વર્ષોથી આ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો હતાશ થઈને દારૂ અને ડ્રગ્સ જેવા વ્યસનના રવાડે ચડીને પોતાની યુવાની બરબાદ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપએ આમ આદમી પાર્ટીને સાથે સાંઠ ગાંઠ કરીને કોંગ્રેસને 42 સીટો ઉપર નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. વધુમાં ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર 156 સીટો ઉપર વિજય થઈ છે પરંતુ ક્યાંય કોઈ કાર્યકરોમાં આ વિજયનો ઉત્સાહ જોવા મળતો નથી. તેમના મંત્રીઓના મોઢા ઉપર પણ વિજયનો ઉત્સવ જોવા મળતો નથી. કારણ કે આ જીત લોકશાહી નથી થઈ.

આ પણ વાંચો: અરવલ્લીઃ રેન્જ ફોરેસ્ટ ઓફીસર પર થયો હુમલો, 10 લોકોનું ટોળું તૂટી પડ્યું

ADVERTISEMENT

હવે આગામી ચૂંટણીઓ પર નજર
વધુમાં આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2024 માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને વધુ મજબૂત કરવા માટે જાન્યુઆરી મહિનાથી હાથ સે હાથ જોડો યાત્રા નું આયોજન કરી રહી છે. જે ગુજરાતમાં દરેક બુથ અને ગામ સુધી પહોંચવાની છે. ત્યારે આ યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટેનું આયોજન કરવા માટે કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. કોંગ્રેસના હોદ્દેદારોને જણાવ્યું હતું કે, જે હોદ્દેદારોને કામ ના કરવું હોય તે પ્રેમથી અમને કહી દે અને જે કાર્યકરોને કામ કરવું છે તેમને કામ કરવાની તક આપે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ખેડાઃ કપડવંજમાં એક જ પરિવારના 4 સભ્યો સામુહીક આત્મહત્યા કરવા કેનાલમાં કુદયા

ADVERTISEMENT

‘અમે હારીએ તેટલા માટે કેટલાકે બાધા રાખી હતી’
પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ચૂંટણીમાં કોંગ્રેસને નુકશાન પહોંચાડનાર વ્યક્તિઓ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, અમે હારી જઈએ તે માટે કેટલાકે તો બાધાઓ પણ રાખી હતી. પરંતુ તેમની બાધાઓ પુરી થઈ નથી. પાર્ટીમાં રહીને પાર્ટીને નુકશાન કરનાર લોકોને ઓળખવાની જરૂર છે.આવા પેટમાં ઘુસી ને પગ પહોળા કરવા વાળા લોકોને ઓળખીને આવનાર ચૂંટણીઓમાં આવો કચરો સાફ કરવા અને આવનાર ચૂંટણીઓ માટે કાર્યકરોને કામે લાગી જવા જણાવ્યું હતું. કારોબારીની બેઠકમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર સહિતના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT