‘PM મોદીની હત્યા માટે તૈયાર રહો’ કહીને કોંગ્રેસના નેતા ફસાયા, હવે કહ્યું-આ તો ફ્લો-ફ્લોમાં નીકળી ગયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કથિત રીતે ‘PM મોદીની હત્યા’ની વાત કરી રહ્યા છે. જોકે બાદમાં પટૈરિયા પોતાના નિવેદનથી પલટી ગયા. તેમણે AajTak સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમનો મતલબ હતો કે આગામી ચૂંટણીમાં મોદીને હરાવો. આટલું જ નહીં તેમણે કહ્યું કે, આવું ફ્લો-ફ્લોમાં થઈ જાય છે. ભાજપના નેતાઓએ વીડિયોને શેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

PM વિશે શું બોલ્યા કોંગ્રેસના પૂર્વ મંત્રી?
રાજા પટેરિયાનો કથિત રીતે જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ કેટલાક કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, મોદી ચૂંટણી ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધાર પર ભાગલા પાડી દેશે, દલિતોનું આદિવાસીઓનું અને અલ્પસંખ્યકોનું જીવન ખતરામાં છે, જો સંવિધાનને બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો. જોકે બાદમાં તેઓ કહે છે કે હત્યા મતલબ હાર.

વીડિયો વાઈરલ થતા બાદમાં ફેરવી તોડ્યું
રાજા પટેરિયાનો વીડિયો વાઈરલ થયા બાદ AajTak સાથે વાતચીતમાં કહ્યું કે, તેમનો મતલબ આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવાનો હતો. તેમણે કહ્યું કે, આ ફ્લોમાં થયું છે, પરંતુ જે વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો, તેણે માત્ર આટલો જ ભાગ ઉઠાવ્યો છે. રાજાએ કહ્યું કે, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે, મારો તે મતલબ નહોતો. મારા નિવેદનનો તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ભાજપે કોંગ્રેસના નેતાને ઘેર્યા
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના નિવેદન પર ભોપાલના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, પટોરિયાજીનું નિવેદન મેં સાંભળ્યું, તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. તેમણે કહ્યું કે, આ ઈટાલીની કોંગ્રેસ છે અને ઈટાલીની માનસિકતા મુસોલિનીની છે. રાહુલ ગાંધીની યાત્રામાં સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર, સુશાંત ચાલી રહ્યા છે. મેં SPને આ મામલે તાત્કાલિક FIR કરવાના નિર્દેશ કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT