કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અપશબ્દો બોલે છે- રાજનાથ સિંહ
બાલાસિનોરઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે જનતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસના લોકો નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અપશબ્દો બોલી રહ્યા છે. હું એવા શબ્દોનો પ્રયોગ નથી કરવા માગતો જેવા શબ્દો…
ADVERTISEMENT
બાલાસિનોરઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે જનતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસના લોકો નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અપશબ્દો બોલી રહ્યા છે. હું એવા શબ્દોનો પ્રયોગ નથી કરવા માગતો જેવા શબ્દો વડાપ્રધાન મોદી સામે કોંગ્રેસના નેતાઓએ વાપર્યા છે. જેવી રીતે તેમણે વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અપશબ્દો બોલ્યા છે એનો બદલો ગુજરાતની જનતા લેશે એવું પણ રાજનાથ સિંહે ટકોર કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવી રીતે વિવાદાસ્પદ નિવેદન આપે છે.
કોંગ્રેસના શાનસકાળનો કિસ્સો જણાવ્યો…
વડાપ્રધાનને અપશબ્દો ન બોલી શકાય. કોંગ્રેસના શાસનમાં દિલ્હીથી 100 પૈસા આપે તો લોકો સુધી માત્ર 14 પૈસા જ મળતા હતા. પરંતુ ભાજપના શાસનમાં જો દિલ્હીથી 100 રૂપિયા મોકલાય છે તો એમાંથી એકપણ રૂપિયો ઓછો નથી થતો અને જનતા સુધી પહોંચે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું માન સન્માન વધ્યું..
રાજનાથ સિંહે કહ્યું કે ગુજરાતમાં 13 વર્ષથી વધુ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહ્યા હતા. તે સમયે આખા દેશમાં નંબર-1 મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગણાતા હતા. જ્યારથી મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સમગ્ર દુનિયામાં ભારતનું કદ વધી ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલા કોઈ ભારતનું સાંભળતુ પણ નહોતું. હવે વડાપ્રધાન મોદીના આગમનથી બધા દેશો આપણી વાત સાંભળે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ ભારતીયોને યુક્રેનથી બચાવી સ્વદેશ પરત લવાયા હતા. વડાપ્રધાન મોદીની વાત રશિયા, યુક્રેન વચ્ચેના યુદ્ધને સ્થગિત કરી ભારતના લોકોને સ્વદેશ પરત લાવવામાં સમર્થન આપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT