કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારની ત્રીજી યાદી, ઇન્દ્રનીલને ઉતાર્યા મેદાને

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઑ ચાલી રહી છે. આ દરમિયાન રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર મેદાને ઉતારી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં પોતાના ઉમેદવારની બે યાદી જાહેર કરી દીધી છે ત્યારે આજે ઉમેદવારની ત્રીજી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસે 7 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.

આ બેઠક પરના ઉમેદવારોના નામ કર્યા જાહેર 

  • રાપર- બચ્ચુભાઈ અરેઠીયા
  • વઢવાણ- તરુણ ગઢવી
  • રાજકોટ ઈસ્ટ – ઇન્દ્રનીલ રાજ્યગુરુ
  • ધારી- ડૉ. કીર્તિભાઈ બોરીસાગર
  • નાંદોદ- હરેશ વસાવા
  • નવસારી- દીપક બરોઠ
  • ગણદેવી- અશોકભાઇ પટેલ

ADVERTISEMENT

 

96 ઉમેદવાર કર્યા જાહેર
કોંગ્રેસે પહેલી યાદીમાં 43 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ત્યાર બાદ બીજી યાદીમાં કોંગ્રેસે 46 બેઠકો પર ઉમેદવારના નામ જાહેરર કર્યા હતા. હવે ત્રીજી યાદીમાં 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 96 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

ADVERTISEMENT

ચૂંટણી કાર્યક્રમ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT