દિલ્હીમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને રોજગારી મોડલ મુદ્દે કોંગ્રેસે ખોલી AAPની પોલ, કર્યા ચોંકાવનારા આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજીનીતિ વધી રહી છે. કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર દિલ્હી મોડલ મુદ્દે કેટલાક આક્ષેપ કરાયા છે. જેમાં તેમણે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાથી લઈને હોસ્પિટલો તથા નોકરી આપવા મુદ્દે કેટલીક બાબતોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

શિક્ષા મોડલ મુદ્દે કર્યા AAP પર પ્રહાર
દિલ્હીના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શીલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દિલ્હીમાં 1998માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 64 ટકા બાળકો 12માં ધોરણાં પાસ થતા હતા. જે 2014 સુધીમાં 89 ટકા થઈ ગયા. 15 વર્ષમાં 25-26 ટકા પરિણામ વધ્યું. જો આ પરિણામ કોઈપણ સરકાર હોય તો 6-7 ટકા વધુ આવ્યું હોત. આમાં મોડલ શું છે તે મને ખબર નથી પડતી. કોઈપણ સરકાર હોત તો 12માં આ જ પરિણામ આવ્યું હોત.

દિલ્હીમાં ધો.9 અને 10માં ડ્રોપ આઉટ રેડ 15 ટકા?
ધોરણ 10નું પરિણામ 1998માં કોંગ્રેસ સરકાર આવી હતી ત્યારે દિલ્હીમાં 34 ટકા બાળકો 10મા ધોરણમાં પાસ થતા હતા. 2010 સુધી 34 ટકા વધીને 89 ટકા થયા. ક્રાંતિકારી પરિવર્તન થયું. આજથી 3-4 વર્ષ પહેલા ભારત સરકારે બોર્ડની પરીક્ષા ફરી લીધી. ત્યારે 10માનું પરિણામ 72 ટકા થઈ ગયું, પાછલા વર્ષે 81 ટકા થઈ ગયું. આ લોકો કેમ નથી કહેતા કે તેમણે દિલ્હીના બાળકોનું ભવિષ્ય ખરાબ કર્યું. ધોરણ 9 અને 10માં દિલ્હીના બાળકોનો ડ્રોપઆઉટ રેટ 15 ટકા છે એટલે દિલ્હી સરકાર ધો.9થી 10માં 12થી 15 બાળકોને નાપાસ કરીને બહાર કરી દે છે. આવું એટલા માટે કરે છે જેથી તેમનું પરિણામ ઉચું આવે.

ADVERTISEMENT

પ્રાઈવેટ સ્કૂલોમાં બાળકો આવે છે. દિલ્હીમાં વર્ષ 2013-14માં સરકારી સ્કૂલમાં 16 લાખ 20 હજાર કુલ બાળકો હતો. પાછલા વર્ષ સુધીમાં કુલ બાળકો સરકારી સ્કૂલમાં ભણનારા 15 લાખ હતા. આ વર્ષે કોવિડના કારણે સરકારી સ્કૂલોમાં વધુ બાળકો આવ્યા તો પણ 16 લાખ 10 હજાર છે. 8 વર્ષમાં દિલ્હીની વસ્તી વધી છે, બાળકોની સંખ્યા વધી છે અને બાળકો ઘટી કેવી રીતે ગયા? કોંગ્રેસની સરકારમાં 8 લાખથી 16 લાખ સુધી બાળકો સરકારી સ્કૂલમાં ગયા હતા. તે જ ગતિએ બાળકો વધ્યા હોત તો આજે 21 લાખ જેટલા હોત. આ બાળકો ક્યાં ગયા. કોંગ્રેસની સરકારમાં 26-27 ટકા બાળકો પ્રાઈવેટ સ્કૂલોમાં ભણતા અત્યારે 32 ટકા બાળકો પ્રાઈવેટ સ્કૂલોમાં ભણે છે. અમે સ્કૂલ બનાવી. વર્ષ 2014માં દિલ્હીમાં 1006 સ્કૂલ હતી આજે 1026 સ્કૂલો છે. આમણે 20 સ્કૂલ વધારી. આમનું મોડલ રંગ કરવાનું છે. તેમણે પોતાના મેનિફેસ્ટોમાં 500 નવી સ્કૂલો બનાવવાનું કહ્યું હતું અને 20 પણ નથી બનાવી. હું ગુજરાતના ભાઈ-બહેનો સચેત કરવા માગું છું અહીંની શિક્ષા-વ્યવસ્થામાં આંચ ન આવવા દેતા.

ADVERTISEMENT

સરકારી બેડ 8 વર્ષમાં 11000થી વધારી માત્ર 12000 કરી
આ લોકો સ્વાસ્થ્યની વાત કરે છે. અમે મોહલ્લા ક્લિનીક, ફ્રી હેલ્થની વાત કરે છે. અમારા સમયે પણ ફ્રી સારવાર મળતી હતી. 1998માં અમારી સરકાર સમયે 48 હોસ્પિટલો હતો અને 4000 બેડ હતા. અમે હાર્યા ત્યારે 48ની જગ્યાએ 39 હોસ્પિટલ હતી અને 11000 બેડ હતી. આજે પણ એટલી જ હોસ્પિટલ છે અને બેડ 20000 કરવાની વાત કરી જે વધીને 12000 થયા છે. આ લોકો સારી હોસ્પિટલ બનાવવાની વાત કરતા હતા, ક્યાં બનાવી? અહીંથી પત્રકારોને બસમાં બેસાડી લઈ જઈને બતાવો ત્યાં તેમણે શું કર્યું છે. તેમણે મોહલ્લા ક્લિનિક બનાવ્યા. અમે હટ્યા ત્યારે દિલ્હીમાં 600 ડિસ્પેન્સરી હતી, જે આમણે ઘટાડ઼ીને 250 કરી નાખી. મોહલ્લા ક્લિનિક 9 વાગે ખુલે અને 8 વાગે બંધ, મોટી બિમારીઓ માટે નહીં. કોવિડ સમયે તમામ મોહલ્લા ક્લિનિક બંધ હતા. એક પણ વેક્સિન માટે મોહલ્લા ક્લિનિક નહોતા.

ADVERTISEMENT

10 હોસ્પિટલો ન બનવા દીધી
તેમણે ટેમ્પરરી ડોક્ટરીને રિક્રૂટ કર્યા. જે નિવૃત્ત ડોક્ટર હતા તેમાંથી 90 ટકા આપના કાર્યકર્તા છે. અમે દિલ્હીમાં હટ્યા ત્યારે 10 હોસ્પિટલ બની રહી હતી. જે આમણે બનવા નથી દીધી. સુપ્રીમ કોર્ટમાં પણ આમણે કબૂલ્યું હતું. આ એટલા માટે નહોતા બની કે તેમણે ફ્રી આપવું છે તેમાં બધા પૈસા નાખી દીધા. દિલ્હીમાં આ હોસ્પિટલો બની હોત તો 5000-6000 બેડ હોત, જે મહામારી સમયે કામ આવ્યા હોત અને દિલ્હીના ઘણા લોકો બચી ગયા હોત.

12 લાખ નોકરી આપવાની વાત મજાક
દિલ્હીમાં 12 લાખ નોકરી આપવાની વાત મજાક છે. મારી પાસે RTI છે. અમે પૂછ્યું કે કોને 12 લાખ નોકરી આપી. દિલ્હી સરકારમાં 8 વર્ષમાં કેટલી નોકરી મળી તે પૂછતા તેમનો આંકડો 440 નીકળ્યો. શિક્ષકોનું પૂછ્યું કે 2014માં કેટલી વેકેન્સી હતી. જે 2014માં 9000 વેકેન્સી હતી તે આજે વધીને 20000 થઈ ગઈ. એટલે શિક્ષકોની ખાલી જગ્યા પણ આમણે નથી ભરી.

દિલ્હીનો બેરોજગારીનો આંકડો વર્ષ 2013-14માં 4.4 હતો. આજે સરકારી આંકડા 11 ટકા છે. એટલે દિલ્હીમાં 10માંથી 1 બેરોજગાર છે. જો દિલ્હીમાં 12 લાખ નોકરી આપી તો બેરોજગારી દર ઘટવાની જગ્યાએ વધી કેવી રીતે ગયો. આ મને આજ સુધી નથી સમજાયો. જાન્યુઆરી 2020માં બેરોજગારી દર 20 ટકા હતો. આ સરકારી આંકડા બતાવી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT