2017ની ચૂંટણીમાં CM ભૂપેન્દ્ર પટેલ જંગી લીડથી જીત્યા, જાણો ટોપ-10 સીટોમાં કેવી રહી રસાકસી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. અત્યારે ત્રણેય પાર્ટીએ જનતા સમક્ષ પોતપોતાના મુદ્દાઓ રજૂ કરીને ચૂંટણી પ્રચાર કર્યો છે. તેવામાં હવે 2017ની વિધાનસભા ચૂંટણીની એવી ટોપ-10 બેઠકો વિશે આપણે ચર્ચા કરીશું જેમાં સૌથી વધુ લીડ ક્યાં અને કોને મળી તથા ભારે રસાકસી ક્યાં સર્જાઈ હતી.

ટોપ-10 જંગી જીત તથા બેઠક વિશે વિગતવાર માહિતી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 દરમિયાન ઘાટલોડિયા, ચોર્યાસી, મજૂરા, એલિસબ્રિજ, કતારગામ, સુરત પશ્ચિમ, મણિનગર, સાબરમતી, નારણપુરા, વટવા..એમ 10 બેઠકો પરથી ઉમેદવારોએ જંગી બહુમતી મેળવી હતી.

  • ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલે (BJP) 1,17,750 મતની લીડથી જીત મેળવી હતી.
  • ચોર્યાસી(વિસ્તાર) વિધાનસભા બેઠક પરથી ઝંખના પટેલે (BJP) 1,10,819 મતની લીડથી જીત મેળવી હતી.
  • મજૂરા(વિસ્તાર) વિધાનસભા બેઠક પરથી હર્ષ સંઘવીએ (BJP) 85,827 મતની લીડથી જીત મેળવી હતી.
  • એલિસબ્રિજ(વિસ્તાર) વિધાનસભા બેઠક પરથી રાકેશ શાહે (BJP) 85,205 મતની લીડથી જીત મેળવી હતી.
  • કતાર ગામ(વિસ્તાર) વિધાનસભા બેઠક પરથી વિનોદ મોરડીયા (BJP)એ 79,230 મતની લીડથી જીત મેળવી હતી.
  • સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી પૂર્ણેશ મોદી (BJP)એ 77, 882 મતની લીડથી જીત મેળવી હતી.
  • મણિનગર વિધાનસભા બેઠક પરથી સુરેશ પટેલ (BJP)એ 75,199 મતની લીડ સાથે જીત મેળવી હતી.
  • સાબરમતી વિધાનસભા બેઠક પરથી અરવિંદ પટેલ (BJP)એ 68,810 મતની લીડ સાથે જીત મેળવી હતી.
  • નારણપુરા વિધાનસભા બેઠક પરથી કૌશિક પટેલે (BJP) 66,215 મતની લીડ સાથે જીત મેળવી હતી.
  • વટવા વિધાનસભા બેઠક પરથી પ્રદિપસિંહ જાડેજા (BJP)એ 62,380 મતની લીડ સાથે જીત મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે આ જંગી મતોની લીડની વાત કરીએ તો આમા સૌથી મોટી સફળતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી છે. તેઓ ઘાટલોડિયા બેઠક પરથી ઉભા રહ્યા હતા અને તેમણે 1 લાખ 17 હજાર 750 મતની લીડ સાથે જીત મેળવી હતી. ત્યારપછી ભાજપમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ટોપ-3 દિગ્ગજ નેતાઓ કે જેમણે સૌથી વધુ મતની લીડથી જીત મેળવી હતી તેમાં બીજા નંબરે ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલની જીત થઈ હતી. ત્યારે ત્રીજી સૌથી વધુ મતની લીડથી વિજેતા હર્ષ સંઘવીનું નામ આવે છે. હર્ષ સંઘવીએ મજૂરા બેઠક પરથી 85 હજાર 827 મત સાથે જીત મેળવી હતી.

ADVERTISEMENT

આ બેઠકો પર જામ્યો રસાકસી ભર્યો જંગ

  • આપણે નજર કરીએ 2017 વિધાનસભા બેઠકની એવી 10 બેઠકો પર જ્યાં ભારે રસાકસી જામી હતી.
  • કપરાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જિતુ ચૌધરીએ 170 મતની લીડ સાથે જીત મેળવી હતી.
  • ગોધરા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી 258 મતની લીડથી જીત મેળવી હતી.
  • ધોળકા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ 327 મતની લીડથી જીત મેળવી હતી.
  • માણસા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુરેખ પટેલે 524 મતની લીડથી જીત મેળવી હતી.
  • ડાંગ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના મંગળ ગાવિતે 768 મતની લીડથી જીત મેળવી હતી.
  • બોટાદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સૌરભ પટેલે 906 મતની લીડથી જીત મેળવી હતી.
  • દિયોદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શિવા ભુરિયાએ 972 મતની લીડથી જીત મેળવી હતી.
  • છોટાઉદેપરુ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના મોહન રાઠવાએ 1093 મતની લીડથી જીત મેળવી હતી.
  • વિજાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમણ પટેલે 1164 મતની લીડથી જીત મેળવી હતી.
  • વાંકાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ જાવેદ પીરજાદાએ 1361 મતની લીડથી જીત મેળવી હતી.

2017ની વિધાનસભા ચૂંટણીમાં આ ટોપ 10 બેઠકો પર ઓછા માર્જિનથી એટલે જીતનું અંતર એવું હતું કે જોવાજેવી થઈ હતી. તેવામાં ગુજરાતની વિધાનસભા બેઠક એવી કપરડા પર જીતનું અંતર કહો કે મતોની લીડ 170 જ હતી. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર જિતુ ચૌધરીએ 170 મતની લીડથી જીત મેળવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT