CM ભૂપેન્દ્ર પટેલે માણસામાં આકસ્મિક મુલાકાત કરી, કામગીરીની સમીક્ષા કર્યા પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

માણસાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન જંગી બહુમત મળ્યા પછી ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ સત્તામાં રાખ્યા છે. એટલું જ નહીં ભાજપની નવી સરકાર બન્યા પછી મંત્રીમંડળે પણ પૂરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે બીજીબાજુ જોવા જઈએ તો ભાજપના મંત્રીઓ ગ્રાઉન્ડ લેવલે પણ કામગીરી બજાવી રહ્યા છે. આવું જ કઈક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. તેમણે માણસા ખાતે આકસ્મિક મુલાકાત ગોઠવી કામગીરીની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝિટ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. માણસામાં આંગણવાડી, પંચાયતઘરની મુલાકાત કર્યા બાદ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. એટલું જ નહીં અવાર નવાર ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓની કામગીરી ચકાસવા પણ સરપ્રાઈઝ વિઝિટ કરતા હોય છે. આવી જ રીતે ભાજપ હવે આ વિધાનસભામાં જંગી બહુમત સાથે બેઠકો જીતતા સુપર એક્ટિવ મોડમાં આવી ગયું છે.

શાળાની મુલાકાત લીધી
CM ભૂપેન્દ્ર પટેલે શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ શાળાના એક વર્ગખંડમાં પહોંચ્યા હતા. જ્યાં નાના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્ર પટેલે આ શાળાના સ્ટાફ સાથે પણ વાતો કરી હતી. તેમણે તમામ સુવિધાઓ તથા જરૂરિયાતો અંગે સમીક્ષા કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT