ગૌરવ યાત્રામાં હાજર CM ભૂપેન્દ્ર પટેલનું ઠાકોર સમાજે કર્યું સ્વાગત, મુખ્યમંત્રીએ વિકાસલક્ષી કાર્યોનો મુદ્દો ઉઠાવ્યો
બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે આજે છાપી ગામમાં ગુજરાત ગૌરાવ યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધન…
ADVERTISEMENT
બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે આજે છાપી ગામમાં ગુજરાત ગૌરાવ યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધન આપતા કોરોનાકાળમાં કાર્યકર્તાઓની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયા પછી તે બનાસકાંઠાના વિધાનસભા મત વિસ્તારને આવરી લેવા માટે સતત ભ્રમણ કરશે. જેમાં ભાજપના આગેવાનો અને દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે ગૌરવ યાત્રામાં કહ્યું કે…
ગુજરાત સરકારે અત્યારે જે જે યોજનાઓ લાગૂ કરી છે એનાથી સામાન્ય જનતાને પણ ઘણા લાભ થયા છે. જેમાં 8 યોજનાઓનો એક પરિવારમાંથી લાભ લેતા લોકો પણ જોવા મળ્યા છે. તેવામાં ઘર, ટોઈલેટ, ઉજ્જવલા યોજના અંતર્ગત ગુજરાતની મોટાભાગની જનતાને રાહત મળી છે. અત્યારે સરકારે વિકાસલક્ષી કાર્યોમાં પાણી પુરવઠા સહિતના નાના મોટા મુદ્દાઓનું પણ નિવારણ કર્યું છે.
ADVERTISEMENT
કોવિડકાળમાં ભાજપના કાર્યકર્તાઓ એક્ટિવ રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત સરકારે PM મોદીના માર્ગદર્શન હેઠળ ઘણા વિકાસલક્ષી કાર્યો પૂર્ણ કર્યા છે. જેમાં કોવિડ સમયે પણ ફ્રી વેક્સિનેશનથી લઈ ફ્રી રાશનની વ્યવસ્થા દ્વારા મહામારીમાં લોકોને મદદ કરી હતી.
વળી મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોવિડ સમયમાં સગા સંબંધીઓ પરિવારજનોના મૃતદેહને અગ્નિદાહ આપવા પણ તૈયાર નહોતા થતા. આવી વિકટ પરિસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓ સેવા કરતા આવ્યા છે. તેમણે સતત આવા સમયગાળામાં લોકોની મદદ કરી છે. એટલું જ નહીં 5 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય કવચ પણ આપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT