CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ડિફેન્સ એક્સપો પોલિસીમાં ગુજરાત રાજ્ય દેશમાં અવ્વલ, રાજ્ય ફાસ્ટટ્રેક વિકાસના પથે
ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત ડિફેન્સ એક્સપો…
ADVERTISEMENT
ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાત ડિફેન્સ એક્સપો પોલિસીમાં અત્યારે દેશમાં અવ્વલ છે. રાજ્યમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ડિફેન્સ ઈકો સિસ્ટમ માટે પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ યુવાનોને પ્રશિક્ષણ મળે એના માટે પહેલ કરી હતી. આ ડિફેન્સ એક્સપોમાં ગુજરાત રાજ્યના MSMEની ક્ષમતા બતાવવાની ખાસ ક્ષણ છે.
CM ભૂપેન્દ્ર પટેલે ડ્રોન ટેક્નોલોજી અંગે પોલિસી જાહેર કરી દીધી હતી. જેમાં તેમણે છેલ્લા 20 વર્ષથી ફાસ્ટટ્રેક વિકાસના પંથ વિશે પણ વાત કરી હતી. નોંધનીય છે કે ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.
વડાપ્રધાનના આગમનની જુનાગઢમાં પૂર્વતૈયારીઓ…
ગત ચૂંટણીમાં પાટીદાર અને દલિત સમાજની નારાજગીના કારણે ભાજપ સૌરાષ્ટ્રની 49 બેઠકમાંથી માત્ર 19 બેઠકો જીતી શકી હતી. 2022ની ચૂંટણીમાં પરિણામનું પુનરાવર્તન ન થાય તેથી ભાજપના સ્થાનિક નેતાઓ સભામાં સંખ્યા બતાવવા માંગે છે. વડાપ્રધાનને બતાવવા માંગે છે કે બધુ સલામત છે. જૂનાગઢમાં દરરોજ સ્થાનિક આગેવાનો શહેરના મોટા ભાગના મહિલા મંડળો, વિવિધ સંસ્થાઓ, અગ્રણી અને વિવિધ જ્ઞાતિના પ્રમુખોને મળીને એકજૂટ રહેવાનો સંદેશ આપે છે. સભામાં વધુને વધુ લોકોને લાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT