અમદાવાદના સફાઈકર્મી હર્ષ સોલંકીએ દિલ્હીમાં કેજરીવાલના ઘરે લંચ લીધું, ગિફ્ટમાં આપી આ વસ્તુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રવિવારે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને જનસંવાદ કર્યો હતો. જેમાં કેજરીવાલે એક સફાઈ કર્મચારીને પોતાના ઘરે જમવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે આજે સોમવારે જ આ સફાઈ કર્મચારીનો પરિવાર વિમાનમાં બેસી દિલ્હી પહોંચ્યો હતો. જ્યાં તેણે પરિવાર સાથે અરવિંદ કેજરીવાલના ઘરે લંચ લીધું હતું. દિલ્હીના CM આવાસમાં પહોંચી તેનું સ્વાગત થતા જોઈને હર્ષ ત્યાં જ ભાવુક થઈ ગયો હતો.

અરવિંદ કેજરીવાલે હર્ષના પરિવારનું કર્યું સ્વાગત
અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર દિલ્હીમાં લંચ માટે પરિવાર સાથે સફાઈ કર્મચારી હર્ષ સોલંકી આજે ગયો હતો. અમદાવાદથી વિમાનમાં દિલ્હી પહોંચેલા હર્ષે દિલ્હીની સરકારી સ્કૂલોની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગોપાલ ઈટાલિયા પણ સાથે હતા. આ બાદ તેણે કેજરીવાલના ઘરે લંચ માટે પહોંચ્યો હતો. જ્યાં કેજરીવાલે ફૂલ તથા શાલ ઓઢાળી હર્ષ, તેના માતા તથા બહેનનું સ્વાગત કર્યું હતું. જે જોઈને હર્ષ ભાવુક થઈ ગયો હતો. સાથે જ તેણે કેજરીવાલને એક તસવીર ભેટમાં આપી હતી.

ADVERTISEMENT

નોંધનીય છે કે, કેજરીવાલે આપ્યું હતું જમવાનું આમંત્રણ
ગઈકાલે શાહીબાગમાં સફાઈ કર્મચારીઓ અરવિંદ કેજરીવાલે એક જનસંવાદ કાર્યક્રમમાં જનસંવાદ કર્યો હતો. જેમાં હર્ષ સોલંકી નામના યુવકે કેજરીવાલે તેના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પહેલા તમે મારા ઘરે આવો, પછી અમે તમારા ઘરે આવીશું.

ADVERTISEMENT

દિલ્હીમાં પંજાબ ભવનમાં કરશે રોકાણ
ગુજરાતથી ગયેલો હર્ષ અને તેનો પરિવાર ગુજરાતના પંજાબ ભવન ખાતે રોકાણ કરશે. અરવિંદ કેજરીવાલ દ્વારા હર્ષની તમામ મુસાફરીનો ખર્ચ ઉઠાવવા માટેની બાંહેધરી અપાઈ હતી. ઉપરાંત તેમને અન્ય રસ્તે આવવા જવા દરમિયાન કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ બાંહેધરી પણ આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT