પીળી માટીના કાળા કાળોબારનો પર્દાફાશ, ગેરકાયદેસર ખનન પ્રક્રિયા રંગેહાથ પકડાઈ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ લાજપોર ગામડાની સીમાએ ગેરકાયદેસર રીતે ખનન પ્રક્રિયા થતી હોવાનું સામે આવ્યું છે. અહીં ખાનગી માલિકીની જગ્યા પરથી પીળી માટીનો કાળો વેપાર ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. નોંધનીય છે કે જેમની જમીન હતી તેમને પણ આ અંગે કોઈપણ જાણ કરવામાં આવી નહોતી. આ અંગે ભૂસ્તર વિભાગના અધિકારીઓને જાણ કરાતા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પીળી માટીનો કાળા વેપારનો પર્દાફાશ
સુરતના લાજપોર ગામમાં ગેરકાયદેસર માટીનું ખનન ચાલી રહ્યું હતું. એટલું જ નહીં ખાનગી માલિકીની જગ્યામાં ગેરકાયદેસર કોઈને જાણ કર્યા વિના ખનન ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. અન્ય આસપાસના ખેતરોમાં પણ માલિકની અનુમતિ વિના ખનન પ્રક્રિયા ચાલી રહી હતી.

ભૂસ્તર વિભાગે કરી કડક કાર્યવાહી..
અન્ય કેટલાક ખેતરોમાં માલિકની અનુમતિ વિના પીળી માટીનો વેપાર ચાલી રહ્યો હતો. જમીનના માલિકને જાણ થતા તેમણે ઘટનાસ્થળે ભૂસ્તર વિભાગને જાણ કરી દીધી હતી. ત્યારપછી ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ADVERTISEMENT

With Input: સંજયસિંહ રાઠોડ

    follow whatsapp

    ADVERTISEMENT