લીલી પરિક્રમાની તૈયારીને લઈ મળેલી બેઠકમાં ધારાસભ્ય-સંતો વચ્ચે બોલી બઘડાટી
ભાર્ગવી જોશી, જૂનાગઢ: હિમાલયના પણ દાદા ગણાતા અને 33 કોટી દેવતાઓના વાસ ધરાવતા ગિરનાર પર્વતની કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી યોજાતી લીલી પરિક્રમામાં આ વરસે દસથી…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જૂનાગઢ: હિમાલયના પણ દાદા ગણાતા અને 33 કોટી દેવતાઓના વાસ ધરાવતા ગિરનાર પર્વતની કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી યોજાતી લીલી પરિક્રમામાં આ વરસે દસથી પંદર લાખ લોકો આવવાની સમભાવનાને જોતા જૂનાગઢમાં તંત્રની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આ દરમિયાન તૈયારીને લઈને મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સાધુસંતો અને ધારાસભ્ય સામ સામે આવી ગયા અને મામલો બીચકાયો હતો.
જો કે આ મીટિંગ માં તંત્ર કરતા સાધુ સંતોએ મીટિંગનો દોર સંભાળ્યો હોય તેવા દ્ર્શ્યો સર્જાયા હતા. આગેવાનો કે અન્નક્ષેત્ર સંચાલકો પોતાના પ્રશ્નો કે રજૂઆતો રજૂ કરતાં હતાં તેને સાંભળી તંત્ર જવાબ આપે એ પહેલા સાધુ સંતો જ જવાબ આપી દેતા અને અન્નક્ષેત્ર સંચાલકોને મૌન કરી દેતા હતા. લીલી પરિક્રમાને લઇ તંત્રની મીટીંગ માં સાધુસંતો અને ધારાસભ્ય વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી થઈ. યાત્રીઓની સુવિધા અંગે રજૂઆત કરતાં આગેવાનો સામે તંત્ર બન્યું મૌન, સાધુ સંતો એ આપ્યા મન ફાવે તેવા જવાબ.
તંત્રએ કરી આ તૈયારી
આ વખતે પરિક્રમા માં ખાસ સુવિધા અને જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે યાત્રીઓ માટે પીવાના પાણીની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, સફાઇ અને બીમાર યાત્રીઓ માટે ખાસ ડોલીની વ્યવસ્થા કરવામાં આવી છે. એસ ટી બસ ની વ્યવસ્થા, ટ્રાફિક અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
4 નવેમ્બરે પરિક્રમા થશે શરૂ
આગામી 4 તારીખે રાત્રે 12 વાગે પરિક્રમા શરૂ થશે અને 8 તારીખે પૂર્ણ થશે. બે વરસથી કોરોનાના લીધે યોજાયેલ ન હોય આ પરિક્રમા માં દસ લાખથી વધુ લોકો આવે એવી પૂર્ણ સમભાવના છે. ત્યારે આ દરમિયાન યાત્રીઓને કોઈ મુશ્કિલ ન આવે એ માટે તંત્ર તૈયારી કરી રહ્યું છે.
લોકોને કરવામાં આવી આ અપીલ
ગિરનારની આ ભૂમિ તપ સાધના અને ભક્તિની ભૂમિ છે. આથી જ ભક્તો દર વરસે ગિરનાર પહાડ ફરતે 36 કિમી ની પગપાળા પરિક્રમા કરે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરામાં યાત્રીઓ જંગલની સફાઈ, સ્વચ્છતા, પ્રદૂષણ જેવા મુદ્દાઓ ને લઇ ખાસ તકેદારી રાખવાની યાત્રીઓને અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT