મોરબીની સિવિલમાં હૃદય કંપાવનારા દ્રશ્યો: એક બેડ પર એક મૃતદેહ, પરિવારનો ન્યાય માટે વલોપાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મોરબીમાં 140 વર્ષ જૂનો ઝુલતો કેબલ બ્રિજ રવિવારે સાંજે તૂટી પડતા અત્યાર સુધીમાં 141 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ 50થી વધુ લોકો હજુ ગુમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની મદદ લેવામાં આવી રહી છે. આ વચ્ચે સિવિલ હોસ્પિટલથી હૃદય કંપાવનારા દ્રશ્યો સામે આવી રહ્યો છે.

હોસ્પિટલના દ્રશ્યો હ્રદય કંપાવનારા
મોરબીની સિવિલ હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં બેડ પર મૃતદેહો જોવા મળી રહ્યા છે. એક-એક બેડ પર મૃતદેહો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે તેવા દ્રશ્યો સર્જાયા છે. હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડતા કોરોના સંક્રમિત દર્દીઓ માટે બનાવવામાં આવેલા વોર્ડમાં આ મૃતદેહોને રાખવા પડ્યા હતા. પોતાના સ્વજનોની બાજુમાં બેસીના પરિવારજનો વલોપાત કરી રહ્યા છે. પરિવારજનો પોતાના સ્વજન માટે સરકાર પાસે ન્યાયની માગણી કરી રહ્યા છે. સરકાર દ્વારા આ મામલે 5 સભ્યોની SITની રચના તો કરી દેવામાં આવી છે, પરંતુ SITની તપાસ બાદ દોષિતો સામે કડક પગલાં ભરવામાં આવશે કે પછી માત્ર નામ પુરતી કાર્યવાહી કરીને જ સરકાર સંતોષ માનશે તે ચોક્કસ જોવાનું રહેશે.

ADVERTISEMENT

મોરબી શહેરનો આ રાજાશાહી સમયનો ઝુલતો પુલ જોખમી હતી. અકસ્માત પણ થાય તેવી શક્યતા હતી. જો કે બ્રિજન ખસ્તા હાલતમાં હોવા છતા પણ તંત્ર આ અંગે કંઇ પણ તૈયાર નહોતું. વારંવાર માંગણી બાદ અચાનક બ્રિજન ઓરેવા ગ્રુપને 15 વર્ષ માટે સોંપી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ રિનોવેશન બાદ ઓરેવા ગ્રુપ પણ કમાણીનાં મુડમાં હતું. જેથી ચીફ ઓફીસર, પાલિકા કે કલેક્ટર કે અન્ય કોઇ પણ સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર કે કોઇ પ્રકારની ચકાસણી કરાવ્યા વગર બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.

સુત્રો અનુસાર 2006-07 માં પાલિકા હસ્તક રહેલો આ પુલ ભુકંપ બાદથી જ બંધ હતો. પાલિકા દ્વારા જો કે તેના રિનોવેશન માટે ટેન્ડર મંગાવાયા તેમાં મુંબઇની એક કંપનીએ 89 લાખનું ટેન્ડર ભર્યું હતું. જો કે ઓરેવા દ્વારા તેના કરતા મોંઘુ ટેન્ડર ભરવામાં આવ્યું હોવા છતા ગાઁધીનગરથી ફોન આવતા ઓરેવા ગ્રુપને તમામ કમાન સોંપાઇ ગઇ હતી. જિલ્લા કલેક્ટરના વિરોધ છતા પણ આ પુલના રિનોવેશન સહિતની કામગીરી ઓરેવા ગ્રુપે લઇ લીધી હતી. ગાંધીનગરથી ફોન આવ્યોહોવાનાં કારણે તંત્ર પાસે પણઝુકવા સિવાય કોઇ જ રસ્યો નહોતો. આ રસ્તો જ આખેર 100 થી વધારે લોકો માટેજીવલેણ સાબિત થઇ હતી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગિયા)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT