CM ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના નેતા પર ગુસ્સે થયા! કહ્યું- શરમજનક નિવેદનબાજીથી ચૂંટણી ન જીતાય

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે આવી સ્થિતિમાં સિદ્ધપુર કોંગ્રેસના નેતા ચંદનજીએ નિવેદન આપ્યું હતું કે દેશને કોઈ બચાવી શકે એમ છે તો એ માત્ર લઘુમતી સમાજ જ છે. તેવામાં આ વીડિયો વાઈરલ થતાની સાથે જ સી.આર.પાટીલથી લઈ ભાજપના દિગ્ગજો એક્શનમાં આવી ગયા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ કોંગ્રેસના નેતાના નિવેદન સામે રોષ પ્રગટ કર્યો હતો અને ટ્વીટ કરીને તેમને આડેહાથ લીધા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું આવી રીતે કઈ ચૂંટણી જીતાય?
ટ્વિટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ફરીથી શરમજનક નિવેદનબાજી શરૂ થઈ ચૂકી છે. હવે હારના ભયથી તેઓ ફરી પાછા લઘુમતીના તુષ્ટિકરણનો આશરો લઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસે જાણવું જોઈએ કે હવે કારમી હારથી કોઈપણ તેમને બચાવી શકે એવું સક્ષમ નથી.

ADVERTISEMENT

ભાજપ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસને લીધી આડે હાથ
હવે આ નિવેદનને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. જે દિશા તરફ ચૂંટણી જવી જોઈતી ન હતી હવે તે દિશાઓમાં ચૂંટણી પ્રચાર જઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખે આ મુદ્દે કોંગ્રેસ પર ચાબખા ચલાવતા કહ્યું કે, પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ ધર્મનું રાજકારણ રમી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યનો આવો વાણી-વિલાસ કોઇપણ રીતે ચલાવી ના લેવાય. કોંગ્રેસને હવે ખુદ કોંગ્રેસ પણ બચાવી શકે એમ નથી. માયનોરિટીનું તુષ્ટિકરણ કરનારા કોંગ્રેસની હાર નિશ્ચિત.

    follow whatsapp

    ADVERTISEMENT