7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: નર્મદા જિલ્લાના છોટા ઉદેપુરના એક યુવકે ખૂબ જ અનોખો જુગાડ કરીને નવી જ શોધ કરી નાખી છે. ખેતી માટે ટ્રેક્ટરની જરૂર હતી, પરંતુ ખરીદવા માટે પૈસા નહોતા, એવામાં તેણે બાઈકના એન્જિનમાંથી ટ્રેક્ટર બનાવી નાખ્યું. ખાસ વાત એ છે કે આ ટ્રેક્ટરમાં રિવર્સ ગેર પણ છે. સામાન્ય રીતે 6 લાખ કે તેથી વધુ કિંમતે મળનારું ટ્રેક્ટર માત્ર 30 હજારમાં તૈયાર કરી નાખ્યું છે અને તેનાથી ખેતરમાં ખેતી પણ કરી રહ્યો છે.

છોટા ઉદેપુરનો નંદીશ 7 ધોરણ સુધી ભણેલો છે
છોટા ઉદેપુરના ગુડા ગામમાં રહેતા નંદીશ નાયક નામના યુવકે જાતે બનાવેલું ટ્રેક્ટર હાલમાં ખૂબ ચર્ચામાં છે. માત્ર સાત ધોરણ સુધી ભણેલા નંદીશે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે અભ્યાસ છોડવા પડ્યો. જોકે બાળપણથી જ તેને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ હતો. આથી તે ઘણીવાર ઘરમાં પડેલી નકામી વસ્તુઓમાંથી નાના-નાના રમકડા તથા ગાડીઓ બનાવતો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં જીએસટીના ધામા: બ્યૂટી સલૂનની 7 બ્રાંચમાં દરોડા, 43 લાખની કરચોરી ઝડપાઈ

ADVERTISEMENT

માત્ર 30 હજારમાં ટ્રેક્ટર તૈયાર કર્યું
નંદીશ ગરીબ પરિવારમાંથી આવે છે અને ખેતી માટે ટ્રેક્ટરની જરૂર હતી, પરંતુ આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેણે ભંગારમાંથી જ ટ્રેક્ટર બનાવી નાખ્યું. આ ટ્રેક્ટરમાં ખાસ કરીને બાઈકનું એન્જિન નાખવામાં આવ્યું છે. બાઈકમાં રિવર્સ ગિયર નથી હોતો, પરંતુ આ બાઈકના એન્જિનથી બનેલા ટ્રેક્ટરમાં રિવર્સ ગિયર પણ છે. ખાસ વાત તો એ છે કે આ ટ્રેક્ટર માત્ર 30 હજાર રૂપિયામાં જ તૈયાર થઈ ગયું છે અને તેનાથી ખેતી પણ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

(નરેન્દ્ર પેપરવાલા ઈનપુટ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT