Mahakal Temple: મહાકાલની ભસ્મ આરતીના નામે ત્રણ શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી, તપાસનો ધમધમાટ શરૂ

ADVERTISEMENT

Cheating In Mahakal Temple
મહાકાલની ભસ્મ આરતીના નામે થાય છે છેતરપિંડી
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ભસ્મ આરતીના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો

point

દિલ્હીના ત્રણ દર્શનાર્થીઓ પાસેથી 6 હજાર વસૂલાયા

point

ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના નામે અપાઈ પરવાનગી

Cheating In Mahakal Temple: મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અહીં ભસ્મ આરતીના નામે દિલ્હીના ત્રણ દર્શનાર્થીઓ પાસેથી છ હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ પરવાનગી ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના નામે બનાવવામાં આવી છે. મંદિર સમિતિ સમગ્ર મામલાની તપાસ કરાવવાનો દાવો કરી રહી છે.

કમિશનરના નામે આચરી છેતરપિંડી 

શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીના નામે થઈ રહેલી છેતરપિંડીની ઘટનાઓ અટકી રહી નથી. આ વખતે ફરી ભસ્મ આરતીની પરવાનગીના નામે દિલ્હીના ત્રણ ભક્તો પાસેથી છ હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે આ શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેનના નામે આચરવામાં આવી છે. હાલમાં ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન પોતે ઉજ્જૈન કમિશનર છે. ઠગોએ બેખૌફ ઉજ્જૈનના ડિવિઝનલ કમિશનરના નામે ભસ્મ આરતીની પરવાનગી આપીને ત્રણ ભક્તો પાસેથી છ હજાર રૂપિયા વસૂલ્યા.

વધુ વાંચો...'હું 10 લાખ રૂપિયા ક્યાંથી લાવું, આવી રીતે કોઈને હેરાન ન કરાય', વિરમગામના PSI હિતેન્દ્ર પટેલના ત્રાસથી યુવકનો આપઘાત
 

દિલ્હીના શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી

મળતી માહિતી મુજબ, દિલ્હીના ત્રણ ભક્તો આલોક કુમાર, ધ્રુવ કુમાર અને દીપાંશુ શર્મા શુક્રવારે વહેલી સવારે યોજાયેલી ભસ્મ આરતીના દર્શન કરવા માંગતા હતા. આ માટે તેમણે મંદિર સાથે જોડાયેલા કોઈ પુરોહિતના માધ્યમથી ભસ્મ આરતીની પરમિશન બનાવડાવી હતી. ભસ્મ આરતીની આ પરવાનગી ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષના નામે જાહેર કરવામાં આવી છે.

ADVERTISEMENT

વધુ વાંચો...ઉજ્જૈનમાં કેમ મંત્રીઓ નથી રોકાતા રાત? મોહન યાદવે રાત રોકાઇને શું સાબિત કર્યું?

વહીવટી તંત્ર થયું એક્ટિવ

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે મંદિર પરિસરમાં આ ઘટના વિશે ચર્ચાઓ થઈ ત્યારે આ મામલો ઉજાગર થયો. જોકે, પરવાનગી અપાવનાર કોઈ વ્યક્તિ પૂજારી સાથે સંકળાયેલ છે, જેના કારણે કોઈએ ખુલ્લીને વાત ન કરી. પરંતુ  વિભાગીય કમિશનર (ડેવલપમેન્ટ ઓથોરિટી ચેરમેન)ના નામે પરવાનગી મેળવવામાં આવી હતી જેના કારણે વહીવટી સ્ટાફ પણ એક્ટિવ થઈ ગયો છે. 

કલેક્ટર પણ થયા એક્ટિવ

અહીં આ મામલે કલેકટરે મંદિર સમિતિના અધિકારીઓને બોલાવી પૂછપરછ કરી છે. તો મહાકાલ મંદિર પ્રબંધન સમિતિ આ મામલે તપાસ બાદ કેસ નોંધવાની વાત કરી રહી છે.

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT