AAP છોડવા અંગે ચૈતર વસાવાએ કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે છોડશે પક્ષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા:   ગુજરાત વિધાનસભામાં ભાજપે ઇતિહાસ રચતાં જ હજુ શપથ પણ થી લેવાઈ ત્યાં જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ શરૂ થઈ રહ્યું છે તેવા સમાચાર વહેતા થયા છે. ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના  જીતેલાઉમેદવાર ચૈતર વસાવા  આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે તેવી વાતો હતી થઈ છે જે મામલે ખુલાસો કરતાં કહ્યું કે, હું આપ માજ રહીશ મને પૈસા નો કે સત્તા નો મોહ નથી.

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ તોડ જોડણી રાજનીતિએ વેગ પકડવાનું શરૂ કરી દીધું છે. વિસાવદરના ધારાસભ્ય  ભૂપત ભાયાણી હવે આમ આદમી પાર્ટી સાથે છેડો ફરડે તેવા સમાચાર વહેતા થયા હતા.  આ દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તે પક્ષ નથી છોડે હવે ચૈતર વસાવા એ પણ પક્ષ છોડવા અંગે  ચૈતર વસાવાએ ટેલિફોનિક જણાવ્યું કે,  હું આમ આદમી પાર્ટીમાં જ રહીશ, મને ઘણા લોકોના ફોન આવ્યા. મેં સવારે અરવિંદ કેજરીવાલ જી સાથે વાત કરી છે.  હું આમ આદમી પાર્ટીમાં રહીશ.

ADVERTISEMENT

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા એ સ્પષ્ટતા કરતાં કહ્યું કે,  હું આપ માજ રહીશ મને પૈસા નો કે સત્તા નો મોહ નથી મારા મતદારો એ મારા પર વિશ્વાસ મુક્યો એટલે હું એમની સાથે રહીશ.  કેજરીવાલે પણ અમારા જે વિશ્વાસ મુક્યો અને અમને ટિકિટ આપી એટલે હું એમનો વિશ્વાસ નહિ તોડું. આમ આદમ આદમી પાર્ટીને સતત ભંગાણનો ડર હતો તે અંગે ચૈતર વસાવાએ ખુલાસો કરતા રાહતનો શ્વાસ લીધો છે

    follow whatsapp

    ADVERTISEMENT