દેશની ઉધારી 147 લાખ કરોડ રૂપિયાને પાર થઈ, એક વર્ષમાં દેશનું દેવું કેટલું વધ્યું?
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પર દેવાનું ભારણ વધી ગયું છે. નાણા મંત્રાલયના રિપોર્ટ મુજબ, સરકારનું કુલ દેવું સપ્ટેમ્બરના અંતમાં વધીને 147.19 લાખ કરોડ રૂપિયા પર…
ADVERTISEMENT
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પર દેવાનું ભારણ વધી ગયું છે. નાણા મંત્રાલયના રિપોર્ટ મુજબ, સરકારનું કુલ દેવું સપ્ટેમ્બરના અંતમાં વધીને 147.19 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા જૂનના ક્વાર્ટરમાં આ 145.72 કરોડ રૂપિયા હતું. સાર્વજનિક દેવાના તાજેતરના આંકડા અનુસાર ટકાવારીના હિસાબથી ક્વાર્ટરના આધાર પર ચાલુ નાણાંકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં તેમાં એક ટકાનો વધારો થયો છે.
2021માં દેશનું કુલ દેવું 125.71 લાખ કરોડ હતું
નાણા મંત્રાલય તરફથી મંગળવારે સાર્વજનિક દેવા પર જાહેર કરેલા ત્રિમાસિક રિપોર્ટ અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં સાર્વજનિક દેવું 1 ટકા વધ્યુ છે. ગત વર્ષે સપ્ટેમ્બર 2021ના અંતે આ દેવું 125.71 લાખ કરોડ હતું, જેની તુલનાએ આ વખતે તેમાં 21.48 લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે સપ્ટેમ્બર 2020ના અંતમાં આ દેવું 107.04 કરોડ થયું છે.
આ પણ વાંચો: 57% કર્મચારીઓને 12% પગાર વધારાની અપેક્ષા, સંગઠિત ક્ષેત્રની રોજગાર આ વર્ષે વધશે
ADVERTISEMENT
ઝડપથી વધતું દેવું સરકારની ચિંતા વધારશે
કેન્દ્રિય બજેટમાં સરકાર આખા વર્ષની રાષ્ટ્રીય આવક અને ખર્ચનો હિસાબ રજૂ કરે છે. સરકાર પોતાના ખર્ચ મુજબ આગામી વર્ષમાં ખર્ચનો અંદાજ લગાવે છે. પરંતુ ઝડપથી વધી રહેલું દેવું એક મોટી સમસ્યા બની શકે છે. તાજેતરની રિપોર્ટ મુજબ બીજા ક્વાર્ટર દરમિયાન કેન્દ્ર સરકારે ડેટેડ સિક્યોરિટીઝ દ્વારા 4,06,000 કરોડ એકત્રિત કર્યા હતા. જ્યારે સમગ્ર બોરોઈંગ કેલેન્ડરની નોટિફાઈડ રકમ 4,22,000 કરોડ છે. તેની સામે 92,371.15 કરોડની ચૂકવણી કરી હતી.
નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં પ્રાઈમરી ઈશ્યુઅન્સીસ પરની વેઈટેડ એવરેજ અગાઉન ક્વાર્ટરના 7.23 ટકાથી 0.10 ટકા વધીને 7.33 ટકા થઈ હતી. ડેટેડ સિક્યોરિટી પર વેઈટેડ એવરેજ ન્યુ ઈશ્યુઅન્સીસ બીજા ક્વાર્ટરમાં 15.62 લાખ કરોડ હતા. જે રકમ પ્રથમ ક્વાર્ટરના 15.69 લાખ કરોડ કરતા ઓછી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT