વિધાનસભામાં કોંગ્રેસના ભારે હોબાળા વચ્ચે સર્વાનુમતે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે સરકારે લાગુ કરેલા ઢોર નિયંત્રણ કાયદાનો લાંબા સમયથી માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એવામાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આ કાયદો હવે પાછો ખેંચવામાં આવ્યો છે. ચોમાસું સત્ર માટે મળેલી બે દિવસીય વિધાનસભાના આજના સત્રમાં જ આ કાયદો સર્વાનુમતે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

જીતુ વાઘાણીએ કરી જાહેરાત
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. જેમાં તેમણે સર્વાનુમતે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચ્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે હોબાળો કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યો વિશે વાત કરતા કહ્યું કે, પ્રજા હવે કોંગ્રેસની સાથે નથી. જનતા ભાજપની સાથે છે. કોંગ્રેસ દેખાડા કરી વિધાનસભાની ગરીમાનો ભંગ કરી રહી છે.

રખડતા ઢોરની કાયમી સમસ્યાનો ઉકેલ લાવશે સરકાર
પ્રદેશ સંયોજક માલધારી સેલ સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર રખડતા ઢોરની સમસ્યા માટે માલધારી વસાહતો બનાવશે. આ વસાહતો પશુધન સચવાય એ રીતે બનાવી આપવાની ગણતરીમાં છે. માલધારીઓને આ નિર્ણયથી પૂરે પૂરો ન્યાય મળશે અને માલધારી સમાજના આ બાબતને લઈને તમામ પ્રશ્નનોનું સમાધાન આવી જશે અને તેનો કાયમી ઉકેલ આવી જશે. કાયદો લગભગ આ જ સત્રમાં પાછો ખેંચી લેવામાં આવશે.

ADVERTISEMENT

કોંગ્રેસના ધારાસભ્યોનો ગૃહમાં હોબાળો
આ પહેલા આજે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ફક્ત 2 દિવસનું હોવાના મામલે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. ત્યારે આ આક્રમક બનેલા કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી આવી જતાં તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે. સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર મોક વિધાનસભા યોજીને અનોખો વિરોધ કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT