વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે આ બેઠકો પર કોંગ્રેસ સહિત અન્ય પક્ષના ઉમેદવાર જીત્યા

ADVERTISEMENT

gujarat Vidhansabha
gujarat Vidhansabha
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેટલી રસપ્રદ બની હતી એ જ રીતે પરિણામ પણ રસપ્રદ આવ્યા છે.  ગુજરાત વિધાનસભામાં આ ચૂંટણી ઐતિહાસિક બની ચૂકી છે.  ભાજપે વર્ષ 2022ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે અત્યાર સુધીનું કંગાળ પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં નવા પક્ષની એન્ટ્રી થઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોઈ પણ વિપક્ષ નથી રહ્યું. આમ વિપક્ષમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષ સહિત 25 જેટલી બેઠકો થાય છે. ત્યારે આ ચૂંટણી પરથી ભાજપને લોકસભા અને રાજ્યસભાનો માર્ગ મોકળો જોવા મળી રહ્યો છે.  વર્ષ 2022ની ચૂંટણીમાં બિટીપી અને એનસીપીનો સફાયો થયો છે. સમાજવાદી પાર્ટીના એક ઉમેદવાર જીત્યા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના 17 ઉમેદવાર જીત્યા છે. અપક્ષના 3 અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવાર જીત્યા છે. બાકીની તમામ બેઠક પર ભાજપ જીત્યું છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસને માત્ર 3 બેઠક જ મળી છે.  2017માં કોંગ્રેસ 31 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. જોકે, 2022માં ભાજપને 54માંથી 47 બેઠક મળી છે. કોંગ્રેસના 11 જિલ્લામાંથી 17 ઉમેદવાર જીત્યા છે.  આ ઝોનમાંથી  ફક્ત 3 ધારાસભ્યો કોંગ્રેસના જીત્યા છે. જેમાં પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયા, સોમનાથમાં વિમલ ચુડાસમા અને માણાવદરમાં કોંગ્રેસના અરવિદ લાડાણીનો જ વિજય થયો હતો.

કોંગ્રેસના આ મોટા નેતાઓ હાર્યા 
કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત કગથરા, જાવિદ પીરઝાદા, અંબરીશ ડેર, પ્રતાપ દૂધાત, લલિત વસોયા, પૂંજા વંશ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, સુખરામ રાઠવા, વિરજી ઠુમ્મર, ગ્યાસુદ્દીન શેખ સહિતના કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો છે.

ADVERTISEMENT

BTP નો સફાયો 
2022ની ચૂંટણીમાં ભાજપે 150 કરતા વધુ બેઠકો પર જીત મેળવી છે તો બીજી બાજુ કોંગ્રેસની હાલત ખરાબ થઈ છે. આ વચ્ચે  આદિવાસી મસીહા તરીકે નામના મેળવનાર BTP નેતા છોટુભાઈ વસાવાની ભરૂચ જીલ્લાની ઝઘડિયા બેઠક પરથી ભાજપના રિતેશ વસાવા સામે 23367 મતે કારમી હાર થઈ છે. વર્ષ 2022ની ચૂંટણીમાં BTPને એક પણ સીટ નથી મળી.

NCP નો સફાયો 
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP નું છેલ્લી ઘડીએ ગઠબંધન થયું હતું. જેમાં નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારિયાની બેઠક પર એનસીપી તેના ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા. જેમાં દેવગઢ બારીઆ બેઠકના કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું હતું. NCPના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. આટલે બે થાક પર જ NCP ચૂંટણી લાદયું જેમાં કોઈ બેઠક મળી નથી. આમ ગુજરાતમાં એનસીપીની એક પણ સીટ નથી મળી.
.

ADVERTISEMENT

કોંગ્રેસને કુલ 17 બેઠકો મળી
અમિત ચાવડા- આંકલાવ
જિગ્નેશ મેવાણી- વડગામ (SC)
ગેનીબેન ઠાકોર- વાવ
વિમલ ચુડાસમા- સોમનાથ
અનંત પટેલ- વાસદા
ચિરાગ પટેલ- ખંભાત
ગુલાબસિંહ ચૌહાણ- લુણાવાડા
દિનેશ ઠાકોર- ચાણસ્મા
કાંતિભાઇ ખરાડી- દાંતા (ST)
અમૃતભાઇ ઠાકોર- કાંકરેજ
ડૉ. સી.જે ચાવડા- વીજાપુર
ડૉ. કિરીટ પટેલ- પાટણ
તુષાર ચૌધરી- ખેડબ્રહ્મા
ઇમરાન ખેડાવાલા- જમાલપુર-ખાડિયા
શૈલેષ પરમાર- દાંણીલિમડા
અર્જૂન મોઢવાડિયા- પોરબંદર
અરવિંદ લાડાણી- માણાવદર

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી
ઉમેશ મકવાણા- બોટાદ
સુધીર વાઘાણી- ગારીયાધાર
હેમંત ખવા- જામજોધપુર
ભુપેન્દ્ર ભાયાણી- વિસાવદર
ચેતર વસાવા- ડેડીયાપાડા

અપક્ષ ઉમેદવારો 
ધવાલસિંહ ઝાલા- બાયડ
માવજી દેસાઇ -ધાનેરા
ધર્મેન્દ્રસિંહ જાડેજા- વાઘોડિયા

સમાજવાદી પાર્ટી 
કાંધલ જાડેજા- કુતિયાણા

    follow whatsapp

    ADVERTISEMENT