કોંગ્રેસના PM મોદીના રોડ શોનાં આક્ષેપો સામે C.R.પાટીલનો વળતો જવાબ, કહ્યું….
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ગઈકાલે વડાપ્રધાન મોદી પણ રાણીપની એક શાળામાં મત આપવા માટે ગયા હતા. જ્યાં…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ગઈકાલે વડાપ્રધાન મોદી પણ રાણીપની એક શાળામાં મત આપવા માટે ગયા હતા. જ્યાં તેમને જોવા માટે લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી પોલિંગ બૂથથી થોડી દૂર ઉતરી ગયા હતા અને પગપાળા ત્યાંથી મત આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમના વિરૂદ્ધ આચાર સંહિતાના ભંગના આક્ષેપો કર્યા હતા. જેનો વળતો જવાબ સી.આર.પાટીલે આપી દીધો હતો. ચલો વિગતવાર નજર કરીએ…
કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે રોડ શો નો આરોપ લગાવ્યો
સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે કહ્યું હતું કે ફરિયાદ કરવાનો અધિકાર તેમને છે. પરંતુ ત્યાં કોઈ રોડ શો નહોતો થયો.વડાપ્રધાન મોદી પોતાની ગાડીમાં ત્યાં સુધી નહોતા ગયા સુરક્ષાનું કારણ હોવા છતા તેઓ પગપાળા નીકળ્યા હતા. તેમણે એકપણ શબ્દ કહ્યો નહોતો કોઈને કશુ કહ્યું નહોતું. નરેન્દ્ર મોદીએ તમામ નિયમોનું પાલન કર્યું છે. આ રોડ શો નહોતો. આવા નિવેદનોના કારણે કોંગ્રેસની હતાશા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જેના કારણે કોંગ્રેસ આવા આક્ષેપ લગાવી રહી છે.
આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા સી.આર.પાટીલે કહ્યું કે આપનું એકાઉન્ટ પણ અહીંયા ખુલે તો મોટી વાત કહેવાય. આ વખતે મારા મત મુજબ આમ આદમી પાર્ટીને એકપણ સીટ નહીં મળે એવું લાગે છે. 8 તારીખે બધુ સ્પષ્ટ થઈ જશે.
ટોટલ વોટિંગ વધ્યું છે- સી.આર.પાટીલ
વોટિંગ ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હોવાના મુદ્દે સી.આર.પાટીલે કહ્યું કે આપણે એ પણ જોવુ પડશે કે 2017 કરતા વધારે ટોટલ વોટિંગ થયું છે. પહેલા ફેઝમાં 10 લાખ વોટ વધારે પડ્યા હતા. એવરેજ દરેક બેઠક પર વધારે મતદાન થયું છે. જોકે હજુ બીજા તબક્કાના મતદાનના સત્તાવાર આંકડા આવવાનાં બાકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT