G-20 સમિટને લઈ કચ્છમાં બુલડોઝર ફર્યું, 46 દબાણો કરાયા દૂર

ADVERTISEMENT

gujarattak
social share
google news
કૌશિક કાંઠેચા, કચ્છ:   ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં જ કડકડતી ઠંડી વચ્ચે ખાવડા વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવની કામગીરીનો ધમધમાટ શરૂ થયો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા ખાવડાથી ઈન્ડિયા બ્રિજ જતા માર્ગ પર 35 થી વધુ કાચા – પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને 4 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જી- 20 બેઠકની તૈયારી સહૃ કરવામાં આવી છે ત્યારે  આ મામલે બન્ની – પચ્છમ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલશે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ધોરડોના સફેદ રણ ખાતે જી-20 સમીટનું આયોજન થનારૂં છે.
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાવડાથી ઈન્ડિયા બ્રિજ જતા માર્ગને ટૂ લેનમાંથી ફોર લેનમાં પરિવર્તિત કરવામાં આવશે. જેના પગલે દબાણકારોને અગાઉ ત્રણ વખત નોટીસ પાઠવી દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. ખાવડા અને રતડીયા ગામે નેશનલ હાઈવેની બન્ને તરફ ઉભા થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી જમીન પરના 35 દબાણો તંત્રની જપ્ટે ચડયા હતા.
સ્વેચ્છાએ લોકોએ દબાણ કર્યા દૂર 
લુડીયા ત્રણ રસ્તાની બાજુમાં સરકારી જમીન પર પાંચ વાણીજય દબાણો દૂર કરી 1800 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સરકારી જમીન અને ગામતળની જમીન પર કરવામાં આવેલ છ દબાણો દૂર કરવાની લોકોને અપીલ કરતા સ્વેચ્છાએ દબાણો દૂર કરી 220 ચો.મી. જમીન દબાણકારોએ ખુલ્લી કરી આપી હતી.
ધાર્મિક દબાણો દૂર કરવા આપવામાં આપી સૂચના 
રવિવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર તંત્રનું બૂલડોઝર ફરી વળ્યું હતું. જેમાં ખાણીપીણીની દુકાનો, ચાની હોટલ, પાનના ગલ્લા અને દુકાનો સહિત ધંધાદારી દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધ્રોબાણાના કાદીવાંઢના સરકારી પડતર જમીન પર ઉભા કરી દેવાયેલા ધાર્મિક દબાણને દૂર કરી દેવા સૂચના આપી દેવાઈ હતી. દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.  જેમાં 15મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.
આગામી મહિનામાં જી-20 બેઠક
આગામી ફેબ્રુઆરી મહિનામાં ધોરડોના સફેદ રણ ખાતે જી-20 સમીટનું આયોજન થનારૂં છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર બન્ની અને પચ્છમ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે. તંત્ર દ્વારા હાલ ધરવામાં આવેલી ડિમોલેશનની કામગીરીથી કડકડતી ઠંડી વચ્ચે ગરમાવો જાેવા મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT