દાહોદમાં ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા, BTPના ઉમેદવાર BJPમાં જોડાયા, AAPમાં પણ ગાબડું પાડ્યું
દાહોદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટું નેતાઓની જાણે મોસમ ખીલી હોય તેમ એક બાદ એક નેતાઓ બીજા પક્ષમાં પલટો કરી રહ્યા છે. ત્યારે લીમખેડામાં ચૂંટણી…
ADVERTISEMENT
દાહોદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટું નેતાઓની જાણે મોસમ ખીલી હોય તેમ એક બાદ એક નેતાઓ બીજા પક્ષમાં પલટો કરી રહ્યા છે. ત્યારે લીમખેડામાં ચૂંટણી પહેલા જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. BTPના ઉમેદવાર રાજેશ હઠીલાએ ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચી લીધું હતું. ત્યારે આજે તેઓ ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
BTPના ઉમેદવાર ભાજપમાં જોડાયા
બીટીપીએ લીમખેડાથી ટિકિટ આપી હતી તેવા ઉમેદવાર રાજેશ હઠીલા તથા BTPના 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે રાજેશ હઠીલાને ભાજપનો ખેસ પહેરાવીને પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. લીમખેડા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવામાં ચૂંટણી પહેલા જ બીટીપીના ઉમેદવાર જ પાર્ટીમાં જોડાઈ હતા. આ બેઠક પર ભાજપ વધુ મજબૂત થશે અને ચૂંટણીમાં પણ તેનો ફાયદો પાર્ટીને થશે.
AAPના 1000 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા
બીજી તરફ આમ આદમી પાર્ટીમાં પણ ભાજપે ગાબડું પાડ્યું છે. AAPના 1000 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. AAPના લીમખેડા સંગઠન મંત્રી વિપુલ ડામોર, જીલ્લા સચિવ માધુ મકવાણા, બક્ષીપંચ પ્રમુખ અમરસિંહ રાવત, જીલ્લા સચિવ પિનેશ ચારેલ ભાજપમાં જોડાઈ ગયા હતા.
ADVERTISEMENT
દાહોદમાં કોંગ્રેસને પણ ફટકો
નોંધનીય છે કે, ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટો નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. દાહોદમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. જેમાં દેવગઢ બારીયાની બેઠક પર કોંગ્રેસને NCP સાથે ગઠબંધન કરી તેમના ફાળે કરી હતી. જોકે NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે એકાએક આ બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. એવામાં અહીં હવે માત્ર ભાજપ અને AAP વચ્ચે જ ચૂંટણીનો જંગ ખેલાશે.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT