ભારત જોડો યાત્રામાં ભાઈ-બહેનનો પ્રેમ નજરે પડ્યો, રાહુલ ગાંધી અને પ્રિયંકા એકબીજાને ભેટી પડ્યા..

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા 9 દિવસના વિશ્રામ પછી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી. આ દરમિયાન ગાઝિયાબાદમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય દિગ્ગજોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સ્ટેજ પર રાહુલ ગાંધી અને પ્રિયંકા અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. ભાઈ બહેન એકબીજાને જોઈને ભાવુક થઈ ગયા હતા. બંને વચ્ચેનો આ ઈમોશનલ ક્ષણનો વીડિયો કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરાયો હતો. રાહુલ અને પ્રિયંકા વચ્ચે ભાઈ બહેનનો પ્રેમ જોવા મળ્યો હતો.

આ પહેલા રાહુલ ગાંધીનું સ્વાગત કરતા કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલે સત્યનું બખ્તર પહેર્યું છે, જેના કારણે ભગવાન તેમને ઠંડી અને અન્ય તમામ બાબતોથી બચાવશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને કોઈ ખરીદી શકે નહીં. તે સત્યથી દૂર થવાના નથી.

ADVERTISEMENT

મારા મોટા ભાઈ, મને તમારા પર સૌથી વધુ ગર્વ છે: પ્રિયંકા
પ્રિયંકા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વિવિધ સ્થળોએ ‘મોહબ્બત કી દુકાન’ની ફ્રેન્ચાઈઝી ખોલવા આહ્વાન કર્યું હતું. રાહુલ ગાંધી તરફ વળતા તેમણે કહ્યું કે મારા મોટા ભાઈ, મને તમારા પર સૌથી વધુ ગર્વ છે. સત્તાના પક્ષેથી પૂરેપૂરું બળ લગાવવામાં આવ્યું, સરકારે તેમની છબી ખરડાવવા હજારો કરોડો રૂપિયા ખર્ચ્યા, પરંતુ તેઓ સત્યથી પાછા ન હટ્યા. એજન્સીઓ ગોઠવવામાં આવી હતી, પરંતુ તે ગભરાયો નહોતો. તે યોદ્ધા છે.

ઉદ્યોગપતિઓએ પણ ઘેર્યા
પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે કેટલાક ઉદ્યોગપતિઓએ દેશના મોટા નેતાઓને ખરીદ્યા, પીએસયુ ખરીદ્યા, મીડિયાને ખરીદી, પરંતુ મારા ભાઈને ખરીદી શક્યા નહીં અને ક્યારેય ખરીદી શકાશે નહીં. કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલ, વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની, શક્તિ સિંહ ગોહિલ, જયપ્રકાશ અગ્રવાલ, ગૌરવ ગોગોઈ, ચૌધરી અનિલ કુમાર, આરાધના મિશ્રા અને અન્ય ઘણા પક્ષના નેતાઓ અને કાર્યકરોએ અહીં હાજરી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT