Breaking: વિશ્વનાથ સિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, યૂથ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ કોંગ્રેસના યૂથ પ્રમુખ પદેથી વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા પાર્ટી સાથે છેડો ફાડી દેતા રાજકારણ ગરમાયું. ગુજરાત વિધાનસભા ચૂંટણી જેવી રીતે નજીક આવી રહી છે એને જોતા તમામ પાર્ટી એક્સન મોડમાં આવી ગઈ છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસમાં સતત ભંગાણ પડતુ જોવા મળી રહ્યું છે. અત્યારે એમ લાગી રહ્યું છે કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ જાણે પાછળ થતી જઈ રહી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા વિશ્વનાથસિંહે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે.

વિશ્વનાથસિંહ વાઘેલાએ પોતાનું રાજીનામુ જગદીશ ઠાકોર અને સોનિયા ગાંધીને સોંપી દીધું છે. આ દરમિયાન તેમણે ઉલ્લેખ કર્યો છે કે હું અત્યારે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું. આની સાથે પરિવારવાદનો મુદ્દો ઉઠાવીને તેમણે વિવિધ આક્ષેપો લગાવ્યા હતા.

રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, કોંગ્રેસે શરૂ કરી તડામાર તૈયારી
આમ આદમી પાર્ટીએ જેવી રીતે આક્રમક રીતે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. એને જોતા કોંગ્રેસની તૈયારીઓ થોડી ફિક્કી નજરે પડી રહી છે. જોકે હવે કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર નિશાન સાધી રહી છે. તેવામાં 15 સપ્ટેમ્બરે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડશે એવી પ્રાથમિક માહિતી પણ મળી રહી છે. આ દરમિયાન 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેવામાં અમદાવાદ પહોંચી તેઓ સંવાદ કાર્યક્રમમાં જોડાશે. બીજી બાજુ કોંગ્રેસની પાર્ટી પણ વધુ એક્ટિવ થઈ ગઈ છે અને ગુજરાત બંધની જાહેરાત સાથે લોકોને જાગૃત કરી ઠેર ઠેર મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કાર્યક્રમોનું આયોજન કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT