BREAKING: મતગણતરી કેન્દ્ર બહાર બિનવારસી બેલેટ પેટી મળી આવી, તંત્રીની ગંભીર બેદરકારી સામે સવાલો
હિતેશ સુતરિયા/અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વિવિધ સ્થળે મતગણતરી શરૂ થવા આવી છે. ત્યારે મોડાસા મતગણતરી કેન્દ્ર ખાતે બિન વારસી બેલેટ પેટી મળી આવતા ચકચાર મચી…
ADVERTISEMENT
હિતેશ સુતરિયા/અરવલ્લીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વિવિધ સ્થળે મતગણતરી શરૂ થવા આવી છે. ત્યારે મોડાસા મતગણતરી કેન્દ્ર ખાતે બિન વારસી બેલેટ પેટી મળી આવતા ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે એક બાજુ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. ત્યારે આવી રીતે બિનવારસી બેલેટ પેટી મળી આવતા તમામ વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. ચલો આ ઘટના પર વિગતવાર નજર કરીએ…
તંત્રની ગંભીર બેદરકારી..
મોડાસા મતગણતરી કેન્દ્ર ખાતે બિનવારસી બેલેટ પેટી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રસ્તા વચ્ચે બેલેટ પેટી પડેલી જોવા મળી હતી. તેવામાં હવે સવાલો ઉઠી રહ્યા છે કે જે પોલીસની સઘન તપાસ તથા ચૂંટણી વહિવટી કર્મચારીઓના ચુસ્ત બંદબોસ્ત વચ્ચે આ પ્રમાણે બેલેટ પેટી મળી આવતા ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.
ADVERTISEMENT
પેટી પર લાગેલા સ્ટિકર પ્રમાણે…
નોંધનીય છે કે પેટી પર જે સ્ટિકર લગાવાયેું છે એના પરનાં લખાણ પર નજર કરીએ..
આ પેટી પર લખ્યું છે કે 31 મોડાસા વિધાનસભા તથા ચૂંટણી અધિકારીની કચેરીથી પરત આવેલી ટપાલ મતપત્રોની પેટી…વધુમાં જોવા જઈએ તો આ પેટી સીલ કરાયેલી છે. જોકે જ્યારે મીડિયા કર્મચારીએ આ પેટીની નોંધ લીધી એવી તાત્કાલિક એક અધિકારી આવ્યા અને પેટી ઉઠાવી ચાલ્યા ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT