BREAKING: હીરાબાનું 100 વર્ષની વયે નિધન, PMએ ટ્વીટ કરીને કહ્યું, ‘ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં વિરામ’
અમદાવાદ: PM મોદીના માતા હીરાબાનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સાંજે…
ADVERTISEMENT
અમદાવાદ: PM મોદીના માતા હીરાબાનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સાંજે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. PM મોદીએ ટ્વીટ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી. PM અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે અને સવારે 7.30 વાગ્યે તેઓ અહીં આવી પહોંચશે.
હીરાબાના પાર્થિવ દેહના ગાંધીનગરમાં અંતિમ સંસ્કાર કરાશે. હીરાબાના પાર્થિવ દેહને હાલમાં તેમના પુત્ર પંકજભાઈના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે અને સેક્ટર-30માં આવેલા સંસ્કારધામમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
PMએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, શાનદાર શતાબ્દીના ભગવાનના ચરણોમાં વિરામ… બા માં મેં હંમેશા તે ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે. જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીના પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. હું તેમને 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કરી હતી, જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.
ADVERTISEMENT
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
CM ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
#मातृदेवोभव https://t.co/2IqAYYYDPK
— Harsh Sanghavi (@sanghaviharsh) December 30, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT