BREAKING: NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલને નજર કેદ કરાયા! PM મોદીની સભા પહેલા લેવાયા મોટા પગલાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર એક એવો હિસ્સો છે જે રાજ્યના રાજકારણમાં ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. તેવામાં PM મોદી જુનાગઢમાં સભા સંબોધવા જઈ રહ્યા છે. તેના પહેલા કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે એની સાવચેતીના ભાગરૂપે રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી છે. અત્યારે રેશ્મા પટેલને પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરાયા છે. આજે વહેલી સવારે પોલીસ દ્વારા આ પગલું ભરાયું છે.

જુનાગઢમાં PM મોદીનો માસ્ટર સ્ટ્રોક
PM મોદી ગુજરાતમાં 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આ દિવસની અંદર તેઓ સુપર એક્ટિવ મોડમાં જોવા મળશે. તેઓ ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, કેવડિયા તથા વ્યારા ખાતે આયોજિત વિવિધ કાર્યોક્રમોમાં ભાગ લેશે. જ્યાં તેઓ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ કરવા સહિત ખાતમુહૂર્ત કરશે. જુનાગઢ ખાતે વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી માસ્ટર સ્ટ્રોક રમવાની સાથે વિકાસલક્ષી કાર્યો વિશે પણ મોટી જાહેરાત કરી શકે છે. અહીં તેઓ બપોરે સભાનું સંબોધન કરશે. આની સાથે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કરવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT

વડાપ્રધાનના આગમનની પૂર્વતૈયારીઓ…
ગત ચૂંટણીમાં પાટીદાર અને દલિત સમાજની નારાજગીના કારણે ભાજપ સૌરાષ્ટ્રની 49 બેઠકમાંથી માત્ર 19 બેઠકો જીતી શકી હતી. 2022ની ચૂંટણીમાં પરિણામનું પુનરાવર્તન ન થાય તેથી ભાજપના સ્થાનિક નેતાઓ સભામાં સંખ્યા બતાવવા માંગે છે. વડાપ્રધાનને બતાવવા માંગે છે કે બધુ સલામત છે. જૂનાગઢમાં દરરોજ સ્થાનિક આગેવાનો શહેરના મોટા ભાગના મહિલા મંડળો, વિવિધ સંસ્થાઓ, અગ્રણી અને વિવિધ જ્ઞાતિના પ્રમુખોને મળીને એકજૂટ રહેવાનો સંદેશ આપે છે. સભામાં વધુને વધુ લોકોને લાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT