BREAKING: કેજરીવાલની કેન્દ્ર સરકારને અપિલ, કહ્યું- રૂપિયાની નોટ પર ગણેશજી અને લક્ષ્મી માતાની તસવીર પણ રાખો
દિલ્હીઃ અરવિંદ કેજરીવાલે આજે રૂપિયાની ચલણી નોટોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રૂપિયાની ચલણી નોટો પર લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની…
ADVERTISEMENT
દિલ્હીઃ અરવિંદ કેજરીવાલે આજે રૂપિયાની ચલણી નોટોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રૂપિયાની ચલણી નોટો પર લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર પણ રાખવી જોઈએ. આ અંગે કેન્દ્ર સરકારને પત્ર લખીને અરવિંદ કેજરીવાલે અપિલ કરી છે. કેજરીવાલે વધુમાં કહ્યું છે કે ગાંધીજીની તસવીર પણ રાખવી જ જોઈએ. પરંતુ બીજી બાજુ લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર પણ રાખવી જોઈએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું…
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો. આપણે સુખ સમૃદ્ધિ માટે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીએ છીએ. તો પછી આપણે ચલણી નોટો પર પણ એમની તસવીર હોવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીજીનો ફોટો તો રૂપિયાની ચલણી નોટ પર રાખવો જ જોઈએ પરંતુ એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનનો ફોટો પણ હોવો જોઈએ.
અર્થવ્યવસ્થા સુધારવા ગણેશજી-લક્ષ્મીમાતાના આશીર્વાદની જરૂર- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે આપણે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ હોવા જોઈએ. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે. આનાથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે. તેથી જ ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની તસવીર પણ રૂપિયાની ચલણી નોટો પર હોવી જોઈએ. હું આ અંગે કેન્દ્ર સરકારને અપિલ કરીશ.
ADVERTISEMENT
અમે બધી નોટ બદલવાની વાત નથી કરતા- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે અમે અત્યારે દેશમાં દરેક ચલણી નોટ બદલવાની વાત નથી કરતા. પરંતુ હવે આગળ જે નવી નોટ છોપવામાં આવે છે તેનામાં જ આવી રીતે નવતર પ્રયોગ થવો જોઈએ. જેના કારણે ધીરે ધીરે નોટ સર્ક્યુલેશનમાં આવી જશે.
કેન્દ્ર સરકારને હું ખાસ અપિલ કરીશ- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે અત્યારે આપણી અર્થવ્યવસ્થા ઘણી મુશ્કેલ પરિસ્થિતિથી પસાર થઈ રહી છે. અત્યારે ડોલરના સામે રૂપિયો દિવસેને દિવસે પટકાઈ રહ્યો છે. જેથી સામાન્ય જનતાને આનો ફટકો પડ્યો છે. આમાં સુધારો કરવા માટે મારી કેન્દ્ર સરકારને અપિલ છે કે કોઈ મોટો નિર્ણય લેવાય.
ADVERTISEMENT
ADVERTISEMENT